ફરી કોરોના વિસ્ફોટ, આજે નવા 30 કેસ, 22 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 148 થઈ
ફરી કોરોના વિસ્ફોટ, આજે નવા 30 કેસ, 22 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 148 થઇ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 30 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,484 પર પહોંચી ગઇ છે. વધુ 22 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,579 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.
હોસ્પિટલોમાં 9 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 148 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 9 દર્દી દાખલ છે. દાખલ દર્દી પૈકી એક દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં 120 લોકો ક્વોરન્ટીન છે.
આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં સવાદ, દિવાળીપુરા, ગોત્રી, નવીધરતી, ગાજરાવાડી, સમા, નવાયાર્ડ, યમુના મિલ, વડસર, હરણી, માંજલપુર, સુભાનપુરા, અકોટા, વારસીયા, ભાયલી, એકતાનગર, કેલનપુર, ડબકા, કરજણ, રણોલીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ગત 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 12, ઉત્તર ઝોનમાં 5 અને દક્ષિણ ઝોનમાં 6 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે.
0 Response to "ફરી કોરોના વિસ્ફોટ, આજે નવા 30 કેસ, 22 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 148 થઈ"
ટિપ્પણી પોસ્ટ કરો