સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ આર શાહને હિમાચલ પ્રદેશમાં હાર્ટ અટેક આવ્યો, દિલ્હી AIIMS ખસેડાયા
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ આર શાહને હિમાચલ પ્રદેશમાં હાર્ટ અટેક આવ્યો, દિલ્હી AIIMS ખસેડાયા
ગુજરાત હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને હાલ સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર.શાહને હિમાચલ પ્રદેશમાં હાર્ટ એટેક આવ્યો છે. ત્યારબાદ તેમને એરલિફ્ટ કરીને દિલ્હી વધુ સારવારાર્થે ખસેડાયા હતા. તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરાયા હોવાના મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યા છે. તો તેમણે પોતાના સ્વાસ્થ્યને અંગે માહિતી આપવા માટે એક વીડિયો પણ શેર કર્યો છે.
સારવાર બાદ જસ્ટિસનું આરોગ્ય સ્વસ્થ
ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને હાલ સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર.શાહને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિવસ દરમિયાન તેમના આરોગ્યને લઇને સોશિયલ મીડિયામાં કેટલીક ખબર વહેતી થઈ હતી. જસ્ટિસ એમ.આર શાહ હિમાચલ પ્રદેશમાં હતા, તે સમય દરમિયાન તેમનું આરોગ્ય બગડતાં દિલ્હી તાત્કાલિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલ સારવાર લીધા બાદ તેમનું આરોગ્ય સ્વસ્થ છે. આ બાબતે તેમને એક વીડિયો બનાવી તેમના આરોગ્યને લઈ જાણકારી આપી છે. જસ્ટિસ શાહે જણાવ્યું કે, હાલ ભગવાનની કૃપાથી તેઓ હવે સ્વસ્થ છે, દિલ્હી પહોંચી ગયા છે. ચિંતાનો વિષય નથી, ઝડપથી તેઓ સાજા થઇ જશે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ માહિતી આપી હતી
સુપ્રીમ કોર્ટના વકીલ અને ભાજપના સ્પોક પર્સન ગૌરવ ભાટીયાએ ટ્વીટ કરીને જસ્ટિસ એમ.આર.શાહના સ્વાસ્થ્યની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ જસ્ટિસ એમ.આર.શાહને હાર્ટ એટેક આવ્યો છે. તેમને દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમની જલ્દી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના.
એમ આર શાહ 2018થી સુપ્રીમમાં ન્યાયાધીશ
સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ જસ્ટિસ મુકેશકુમાર રસીકભાઈ શાહ એટલે કે એમ આર શાહે 19 જુલાઈ 1982માં એડવોકેટના રૂપમાં નામાંકિત થયા હતા. તેમણે ગુજરાત હાઈકોર્ટમાં દિવાની, અપરાધ, કરવેરા, શ્રમ, સેવા અને કંપનીના કેસમાં પ્રેક્ટિસ કરી હતી. આ સિવાય જમીન, સંવૈધાનિક અને શિક્ષણમાં નિપૂર્ણતા પ્રાપ્ત કરી હતી.તેઓ 7 માર્ચ 2004ના રોજ ગુજરાત હાઈકોર્ટના અધિક ન્યાયધીશ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ 22 જૂન 2005માં સ્થાયી ન્યાયાધીશના રૂપમાં નિયૂક્ત થયા હતા. તેમણે 12 ઓગસ્ટ 2018ના રોજ પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં નિયુક્ત થયા હતા. 2 નવેમ્બર 2018ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટમાં તેમને નિયુક્ત કરાયા હતા. તેઓ 15 મે 2023ના રોજ નિવૃત્ત થનાર છે.
0 Response to "સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ આર શાહને હિમાચલ પ્રદેશમાં હાર્ટ અટેક આવ્યો, દિલ્હી AIIMS ખસેડાયા"
ટિપ્પણી પોસ્ટ કરો