વડોદરા માં કોરોનાના કેસોમાં ઉછાળો, બે દિવસમાં નવા 47 કેસ, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 78 થઈ
વડોદરામાં કોરોનાના કેસોમાં ઉછાળો, બે દિવસમાં નવા 47 કેસ, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 78 થઈ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં આજે નવા 22 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,321 પર પહોંચી ગઇ છે. વધુ 20 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,486 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે. વડોદરા સહિત દેશભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. વડોદરામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના 47 કેસ નોંધાયા છે.
હોસ્પિટલોમાં બે દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 78 પર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં બે દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 90 લોકો ક્વોરન્ટીન છે.
આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 36 કલાકમાં ગોત્રી, ભાયલી, પાણીગેટ, જેતલપુર, અકોટા, ડભોઇ, સમા, મકરપુરા, રામદેવનગર, સંખેડા, દિવાળીપુરા, તાંદલજા, માંજલપુર, છાણી અને સવાદ વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
0 Response to " વડોદરા માં કોરોનાના કેસોમાં ઉછાળો, બે દિવસમાં નવા 47 કેસ, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 78 થઈ"
ટિપ્પણી પોસ્ટ કરો