સુરતના વેપારીઓ સાથે 81 લાખની ઠગાઈ કરનાર બંટી-બબલી ગેંગની મહિલાની મહારાષ્ટ્રથી ધરપકડ
સુરતના વેપારીઓ સાથે 81 લાખની ઠગાઈ કરનાર બંટી-બબલી ગેંગની મહિલાની મહારાષ્ટ્રથી ધરપકડ
સુરતમાં કાપડના અલગ-અલગ વેપારીઓ પાસેથી કાપડ ખરીદી કરી થોડું પેમેન્ટ ચુકવી આપી વેપારીઓને વિશ્વાસમાં લઇ કાપડનો મોટો જથ્થો ખરીદ કરી પેમેન્ટ નહીં ચુકવી નાસી જતા બંટી-બબલી સામે ગુનો નોંધાય હતો. વેપારીઓ સાથે 81.77 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઠગ ટોળકીની મહિલા આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડી છે. જ્યારે પુરૂષ આરોપીની શોધખોળ ચાલી રહી છે.
શરૂઆતમાં વિશ્વાસ કેળવી મોટો કાપડનો જથ્થો ખરીદતા
બંટી-બબલી વેપારીઓને કહેતા હતા કે, અવધ ટેક્સટાઇલ માર્કેટ અને મુંબઇ ખાતે મોટું નામ અને મોટું કામકાજ છે. તમે અમારી સાથે વેપાર કરશો તો તમને ખુબ નફો થશે. તેવી લાલચ આપી અલગ અલગ પ્રકારનો અને અલગ અલગ કીંમતનો કાપડનો ખરીદ કરી શરૂઆતમાં થોડું પેમેન્ટ સમયસર ચુકવી આપી વેપારીઓને વિશ્વાસ કેળવતા હતા. ત્યારબાદ કાપડનો મોટો જથ્થો ખરીદ કરી કુલ રૂ.81.77 લાખ નહીં ચીકવી સુરતના વેપારી સાથે છેતરપિડી કર્યાની ફરિયાદ નોંધાઇ હતી.
સુરત, અમદાવાદ અને મુંબઈમાં ગુના આચર્યા
કમલ અખ્તર શેખ અને નિલોફર કમલ અખ્તર શેખની તેમજ અન્ય બે ઈસમો રાજેશ અને અવિંદ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો હતો. આરોપી પતિ અખ્તર કમલ શેખ અને અન્ય આરોપી દલાલ મારફ્તે સુરત અને અન્ય જિલ્લા રાજ્યોના વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી કરતા હતા. શરુઆતમાં સમયસર માલનું પેમેન્ટ આપી વેપારીઓને વિશ્વાસમાં લઇ મસમોટા માલની ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી નાસી જઇ છેતરપીંડી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નિલોફરને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેંગની સામે સુરતના સલાબતપુરા, અમદાવાદના કાગડાપીઠ અને મુંબઈમાં ગુના નોંધાયેલા છે.
0 Response to "સુરતના વેપારીઓ સાથે 81 લાખની ઠગાઈ કરનાર બંટી-બબલી ગેંગની મહિલાની મહારાષ્ટ્રથી ધરપકડ"
ટિપ્પણી પોસ્ટ કરો