-->
PM મોદીએ અમદાવાદમાં IN-SPACE હેડક્વાર્ટરનું ઉદ્ધાટન કર્યું, અમિત શાહે કહ્યું ભારત અંતરિક્ષ ક્ષેત્રે મોટી છલાંગ લગાવશે

PM મોદીએ અમદાવાદમાં IN-SPACE હેડક્વાર્ટરનું ઉદ્ધાટન કર્યું, અમિત શાહે કહ્યું ભારત અંતરિક્ષ ક્ષેત્રે મોટી છલાંગ લગાવશે

 

PM મોદીએ અમદાવાદમાં IN-SPACE હેડક્વાર્ટરનું ઉદ્ધાટન કર્યું, અમિત શાહે કહ્યું ભારત અંતરિક્ષ ક્ષેત્રે મોટી છલાંગ લગાવશે





વડાપ્રધાન મોદી ફરી એક વાર અમદાવાદના પ્રવાસે આવ્યાં છે. આજે નવસારી જિલ્લામાં તેમણે 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે હવે તેમના હસ્તે અમદાવાદના બોપલમાં ઈસરોના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં છે. ગુજરાતને વડાપ્રધાને વધુ એક ભેટ આપી છે. નાસા જેવી જ કામગીરીની આબેહૂબ કામગીરી જોવા મળશે. તે ઉપરાંત ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાનો પણ હેતું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ઈસરો અને ખાનગી કંપની વચ્ચે આ સેન્ટર સેતુરૂપ ભૂમિકા ભજવશે. ભારતીય અંતરિક્ષ ઉદ્યોગ આર્થિક વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે. અંતરિક્ષ ક્ષેત્રે ભારત મોટી છલાંગ લગાવશે. નવી ડ્રોન નીતિ અને નવી આરોગ્ય નીતિ સરકારે બનાવી છે.

ઇન સ્પેસ પ્રોગ્રામથી મોટા પ્રમાણમાં રોજગારી ઉભી થશે
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ દ્વારા અમદાવાદમાં ભારતના પહેલા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)ના હેડક્વાર્ટરનું વડાપ્રધાન મોદી 10 જૂને ઉદ્દઘાટન કરશે. ઇન સ્પેસને કારણે અમદાવાદ ભારતમાં એરો-સ્પેસ માટેનું હબ બનશે. ખાસ કરીને એરોસ્પેસ ક્ષેત્રે કામ કરતા સ્ટાર્ટઅપ અને ખાનગી કંપનીઓ પોતાના પ્રોજેક્ટ માટે ઇસરોની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે. સરકારને અંદાજ છે કે અમદાવાદમાં ઇન સ્પેસ પ્રોગ્રામથી મોટા પ્રમાણમાં રોજગારી ઉભી થશે. ઉદઘાટન પૂર્વે જ 13 કંપનીએ ઈસરો સાથે એમઓયુ કર્યા છે.

મોંઘા ઈન્સ્ટ્રુમેન્ટ નહીં ખરીદવા પડે
ખાનગી કંપનીઓ ઇન સ્પેસ મારફતે નાણાં ભરીને લેબોરેટરી, મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ, કિંમતી ફેબ્રિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ, એરો સ્પેસ માટેના સોફ્ટવેર, ડેટા, કન્સલ્ટન્સી, કેબિન- ઓફિસ અને ખાસ કરીને હાઇપફોર્મ્ન્સ સુપર કમ્પ્યૂટરનો પણ ઉપયોગ કરી શકશે. જ્યારે કે કોઇ કંપની કે સ્ટાર્ટઅપ આ ખરીદી કરે તો ખૂબ મોટા બજેટનું રોકાણ કરવું પડશે, પરંતુ ઇન સ્પેસ મારફતે તેઓ સરકારના સાધનોનો ઉપયોગ કરી શકતી હોવાથી મોંઘા ઈન્સ્ટ્રુમેન્ટ નહીં ખરીદવા પડે.

સ્ટાર્ટઅપ ઈન સ્પેસના પોર્ટલ પર અરજી કરી શકશે
સ્ટાર્ટઅપ પોતાની અરજી ઇન- સ્પેસની ઓફિસ અથવા ઓનલાઇન પોર્ટલ પરથી કરી શકશે. ત્યારબાદ અરજી પર ટેકનિકલ, લીગલ અને સિક્યુરિટી ડાયરેક્ટર તપાસ કરશે. ઇન- સ્પેસ તમામ મુદ્દાનો રિવ્યૂ કરી અરજીને માન્ય રાખશે. ત્યારબાદ જે-તે કંપની અથવા સ્ટાર્ટઅપ પોતાનો પ્રોજેક્ટ શરૂ કરી શકશે. પ્રોજેક્ટ દરમિયાન અને પૂરો થવા દરમિયાન ઇન-સ્પેસ દ્વારા તેના પર મોનિટરિંગ થશે.

હાલ ઈસરો કેમ્પસમાં જ ઈન સ્પેસ કામગીરી શરૂ કરાશે
હાલમાં ઇન સ્પેસનું કોઇ અલગ કેમ્પસ બનાવવામાં આવ્યું નથી. જ્યાં નવું કેમ્પસ તૈયાર ન થાય ત્યાં સુધી ઇન સ્પેસનું સેટઅપ ઇસરોની બિલ્ડિંગમાં રાખવામાં આવ્યું છે. ઇસરોના અમુક ભાગ સંવેદનશીલ હોવાથી સામાન્ય લોકોની પ્રવેશબંધી છે, તેથી સિક્યુરિટીને ધ્યાને લઇને ઇન સ્પેસનું નવું બિલ્ડિંગ અથવા કેમ્પસમાં સેટઅપ થશે. પરંતુ ત્યાં સુધી તેઓ ઇસરોના બિલ્ડિંગનો ઉપયોગ કરશે.

0 Response to "PM મોદીએ અમદાવાદમાં IN-SPACE હેડક્વાર્ટરનું ઉદ્ધાટન કર્યું, અમિત શાહે કહ્યું ભારત અંતરિક્ષ ક્ષેત્રે મોટી છલાંગ લગાવશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel