-->
બે મહિનાની રજાઓમાં લેકફ્રન્ટના સ્થળોનો લહાવો માણ્યો! કાંકરિયા લેકફ્રન્ટની 8 લાખ થી વધુ લોકોએ લીધી મુલાકાત

બે મહિનાની રજાઓમાં લેકફ્રન્ટના સ્થળોનો લહાવો માણ્યો! કાંકરિયા લેકફ્રન્ટની 8 લાખ થી વધુ લોકોએ લીધી મુલાકાત

 

બે મહિનાની રજાઓમાં લેકફ્રન્ટના સ્થળોનો લહાવો માણ્યો! કાંકરિયા લેકફ્રન્ટની 8 લાખ થી વધુ લોકોએ લીધી મુલાકાત



અમદાવાદ શહેરમાં માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે.કોરોના સંક્રમણને લઈને જે તે સમયે અમલમાં મુકવામાં આવેલા કડક નિયંત્રણો હળવા કરવામાં આવતા કોંકરીયા લેકફ્રન્ટ ખાતે બે મહિનાના સમયમાં ૮લાખથી વધુ મુલાકાતીઓએ પહોંચીને લેકફ્રન્ટ પરિસરમાં આવેલા વિવિધ મનોરંજનના સ્થળોની મુલાકાત લેવાનો લહાવો માણ્યો હતો.

વેકશન તંત્રને ફળી ગયું

અમદાવાદ શહેરના ઐતિહાસિક એવા કાંકરિયા તળાવની ફરતે આવેલા કાંકરિયા લેકફ્રન્ટમાં ઝૂ ઉપરાંત નોકટરનલ ઝૂ,બટરફલાય પાર્ક,કિડસ સિટી સહિતના અનેક મનોરંજન મેળવવાના સ્થળો આવેલા છે.કોરોના મહામારીની બીજી લહેર બાદ શહેરમાં કોરોના વેકિસનેશનના કારણે કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.આ પરિસ્થિતિમાં શહેરના જોવાલાયક અને જાહેર સ્થળો ઉપર અમલી બનાવવામાં આવેલા કોવિડ ગાઈડલાઈન મુજબના કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે.



શહેરના દક્ષિણ ઝોનમાં આવેલ કાંકરિયા લેકફ્રન્ટ છેલ્લા એક દસકથી પણ વધુના સમયથી અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદ બહારથી આવતા મુલાકાતીઓ માટે પણ આકર્ષણનુ કેન્દ્ર બનવા પામ્યુ છે.એપ્રિલ અને મે મહિનો આ બે મહિનાનો સમય વેકેશન એટલે કે ઉનાળાની રજાના સમય તરીકે જાણીતો છે.આ બે મહિનાના સમયમાં કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં સવારના સમયે મોર્નિંગ વોક કરવા માટે આવતા લોકો ઉપરાંત અન્ય મુલાકાતીઓની સંખ્યામાં પણ સતત વધારો નોંધાવા પામ્યો હતો.એપ્રિલ અને મે આ બે મહિનાના સમયમાં કાંકરિયા લેકફ્રન્ટની એન્ટ્રી ઉપર કુલ ૮,૨૦,૧૫૮ મુલાકાતીઓ પહોંચતા કુલ ૭,૬૫,૭૨,૩૫ આવક થવા પામી હતી.આ સમય દરમ્યાન કિડસ સિટી ખાતે ૮૦૬૩ મુલાકાતી પહોંચતા તંત્રને આ પેટે ૬,૧૩,૨૬૦ આવક થવા પામી હતી.આમ તંત્રને બે મહિનામાં કુલ મળીને ૮,૨૭,૦૪૯૫ આવક થવા પામી હતી.





0 Response to "બે મહિનાની રજાઓમાં લેકફ્રન્ટના સ્થળોનો લહાવો માણ્યો! કાંકરિયા લેકફ્રન્ટની 8 લાખ થી વધુ લોકોએ લીધી મુલાકાત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel