-->
ખખડધજ મકાનોને બદલે પોલીસ પરિવારોને લક્ઝુરિયસ ફ્લેટ મળશે, વુડન વોર્ડરોબ-મોડ્યુલર કિચનથી લઈ ગાર્ડન સહિતની ફેસિલિટી

ખખડધજ મકાનોને બદલે પોલીસ પરિવારોને લક્ઝુરિયસ ફ્લેટ મળશે, વુડન વોર્ડરોબ-મોડ્યુલર કિચનથી લઈ ગાર્ડન સહિતની ફેસિલિટી

 

ખખડધજ મકાનોને બદલે પોલીસ પરિવારોને લક્ઝુરિયસ ફ્લેટ મળશે, વુડન વોર્ડરોબ-મોડ્યુલર કિચનથી લઈ ગાર્ડન સહિતની ફેસિલિટી





ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દરજ્જાના પોલીસકર્મીઓ કાયમી પોતાની નોકરી અને પરિવાર વચ્ચે બેલેન્સ કરવા સંઘર્ષ કરતા જોવા મળે છે. તેઓ ઓછા પગારને કારણે ઘણી વખત નિવૃત્તિ સુધી ઘરનું ઘર પણ લઈ શકતા નથી. થોડા સમય પહેલાં સરકારે પોલીસને સારા આવાસ આપવાની ખાતરી આપી હતી. એને પગલે અમદાવાદ પોલીસ માટે બનાવવામાં આવેલી ત્રણ પોલીસલાઇન આકર્ષણનું કેન્દ્ર બની છે. પોલીસકર્મચારીઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા મળી રહે એ હેતુથી અમદાવાદ શહેરમાં 240 જેટલા મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે.


સારી જિંદગીનો અહેસાસ કરી શકે એ માટે પ્રયાસ કર્યાઃ અજય ચૌધરી


આ અંગે અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર એડમિન અજય ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી પોલીસલાઇનમાં આજના સમયમાં જરૂરી તમામ વસ્તુઓ રાખવાનો પ્રયાસ કર્યો છે તેમજ પોલીસ પરિવાર સારી જિંદગીનો અહેસાસ કરી શકે એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. લાઇટ, પંખા, મોડ્યુલર કિચન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસકર્મચારીને હવે નવી પોલીસલાઈનનું નિર્માણ થતાં ખૂબ સારી સુવિધાઓનો લાભ પ્રાપ્ત થશે.


‘પોલીસ પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં’


અજય ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે આ તમામ પોલીસલાઈનનાં મકાનોમાં જીવન જરૂરિયાતની તમામ સુખ-સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. નવી પોલીસલાઈનમાં વસવાટ માટે જે કર્મચારી પોતાના પરિવાર સાથે રહેવા જવાના છે તેમના માટે અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી પોલીસ પરિવારને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહી. પોલીસ પણ પોતાના પરિવાર સાથે રોજિંદી જિંદગી મોજથી જીવી શકે એ હેતુથી આ સુવિધા ઊભી કરવામાં આવી છે.


પોલીસ પરિવારની સુરક્ષાનું ખાસ ધ્યાન રખાશે


પોલીસલાઇનના બાંધકામ બાદ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ટોચના અધિકારીઓ દ્વારા દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. એની સાથે આવનારા સમયમા પોલીસ અને પોલીસ પરિવાર માટે વધુ સુવિધાસભર મકાન બને એ માટે નવા આયોજન કરવામાં આવી રહ્યું છે





કોન્સ્ટેબલને 2 BHK અને PSIને 3 BHK મકાન મળશે

ત્રણ વર્ષ પહેલાં રાજ્ય સરકારે પોલીસ કોન્સ્ટેબલને એકને બદલે 2 BHK, જ્યારે PSI તરીકે ફરજ બજાવતા અધિકારીઓને 2 BHK ક્વાર્ટર્સના બદલે હવેથી 3 BHK ક્વાર્ટર્સ આપવાની જાહેરાત કરી હતી. પોલીસ અધિકારીઓને સવલતો વધે અને પારિવારિક જીવનમાં સરળતા વધે એ હેતુથી અત્યારસુધી પોલીસ કોન્સ્ટેબલને મળતા 41.85 ચો.મી.ના 1 BHK બદલે 50થી 55 ચો.મી.ના 2 BHKના ક્વાર્ટર્સ મળશે, જ્યારે PSIને મળતા 55.46 ચો.મી.ના 2 BHKને બદલે 60થી 65 ચો.મી.ના 3 BHK ક્વાર્ટર મળશે.






0 Response to "ખખડધજ મકાનોને બદલે પોલીસ પરિવારોને લક્ઝુરિયસ ફ્લેટ મળશે, વુડન વોર્ડરોબ-મોડ્યુલર કિચનથી લઈ ગાર્ડન સહિતની ફેસિલિટી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel