ચોરી ઉપર સે સીનાજોરી મહેસાણામાં ગોપીનાળા પાસે મેમો આપવા બાબતે ચાલકની લુખ્ખાગીરી, ટ્રાફિક ASIને બેફામ ગાળો ભાંડી
ચોરી ઉપર સે સીનાજોરી મહેસાણામાં ગોપીનાળા પાસે મેમો આપવા બાબતે ચાલકની લુખ્ખાગીરી, ટ્રાફિક ASIને બેફામ ગાળો ભાંડી
મહેસાણા શહેરમાં આવેલી રાધનપુર ચોકડીથી ગોપીનાળા સુધીમાં ઘણી હોસ્પિટલ આવેલી છે. ત્યારે હોસ્પિટલમાં આવતા દર્દીઓનાં સગાં વન વે રોડ પર આડેધડ પાર્કિગ કરી દેતાં હોવાથી અનેકવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. એને કંટ્રોલ કરવા શહેર ટ્રાફિક-પોલીસ ખડેપગે રહેતી હોય છે, ત્યારે અનેકવાર નો-પાર્કિંગમાં ગાડીઓ મૂકવા મામલે વાહનચાલકો અને પોલીસકર્મી વચ્ચે તકરારના અનેક કિસ્સા સામે આવતા હોય છે.
અભદ્ર ભાષામાં વર્તન કરી ગાળાગાળી કરી
ત્યારે આવી જ એક ઘટના થોડા દિવસો પહેલાં સામે આવી હતી, જેમાં ગઢા ગામના જયંતી ચૌધરીએ પોતાની ગાડી નો-પાર્કિગ ઝોનમાં પાર્ક કરતાં મહેસાણા શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ઇમરાનઅલી સૈયદે ગાડીચાલકને મેમો આપતાંની સાથે જ ગાડીચાલકે ટ્રાફિક-પોલીસકર્મી સાથે અભદ્ર ભાષામાં વર્તન કરી ગાળાગાળી કરી હતી.
ચાલકે જાતિવિષયક ટિપ્પણી પણ કરી
ઉપરાંત પોલીસકર્મી પર જાતિવિષયક ટિપ્પણી કરી લાગણી દુભાય એ રીતે વર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે મામલે ટ્રાફિકના એ.એસ.આઈ દ્વારા ગાડીચાલક વિરૂદ્ધ મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકમાં આઈપીસી કલમ 295 (ક), 504, 186 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.

0 Response to "ચોરી ઉપર સે સીનાજોરી મહેસાણામાં ગોપીનાળા પાસે મેમો આપવા બાબતે ચાલકની લુખ્ખાગીરી, ટ્રાફિક ASIને બેફામ ગાળો ભાંડી"
ટિપ્પણી પોસ્ટ કરો