-->
લીંબડી-રાણપુર રોડ પર વેજલકા પાસે પીકઅપ વાન પલટી મારી ગઇ, બાળક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત

લીંબડી-રાણપુર રોડ પર વેજલકા પાસે પીકઅપ વાન પલટી મારી ગઇ, બાળક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત

 

લીંબડી-રાણપુર રોડ પર વેજલકા પાસે પીકઅપ વાન પલટી મારી ગઇ, બાળક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત






સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક પીકઅપ વાન પલટી મારી જતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. જેમાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણનાં ઘટના સ્થળે મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બને છે. જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે મોતને ભેટતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક પીકઅપ વાન પલટી મારી જતાં ત્રણ વ્યક્તિનાં ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં.


બે પુરુષ અને એક બાળક સહિત ત્રણનાં મોત

લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક સર્જાયેલી આ અકસ્માતની ઘટનામાં અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા તાકીદે લીંબડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ બોટાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણનાં ઘટના સ્થળે મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પ્રાથમિક તપાસમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.






ચુડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક સર્જાયેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ચુડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ત્રણેય મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે ચુડા સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.



0 Response to "લીંબડી-રાણપુર રોડ પર વેજલકા પાસે પીકઅપ વાન પલટી મારી ગઇ, બાળક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel