-->
પરીક્ષા આપી છતાં વિદ્યાર્થી ગેરહાજર, BComના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી

પરીક્ષા આપી છતાં વિદ્યાર્થી ગેરહાજર, BComના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી

 

પરીક્ષા આપી છતાં વિદ્યાર્થી ગેરહાજર, BComના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી




વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બીકોમનું છઠ્ઠા સેમેસ્ટરનું રિઝલ્ટ જાહેર કર્યું છે. જોકે, આ રિઝલ્ટમાં છબરડો થયો હોવાનો આક્ષેપ થયો છે. વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ કર્યો છે કે પરીક્ષા આપી હોવા છતાં તેને યુનિવર્સિટીએ ગેરહાજર બતાવ્યા છે. જેથી ફરીથી આખા રિઝલ્ટની ફરીથી તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એપ્રિલ 2020માં બીકોમની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા લીધી હતી. જેનું રિઝલ્ટ જાહેર કરાયું છે. એવામાં જ ક્રાંતિકારી સ્ટુડન્ટ્સ યુનિયને કુલપતિ ડો. કે. એન. ચાવડા અને કાર્યકારી કુલસચિવ ડો. જયદીપ ચૌધરીને આવેદન પત્ર આપ્યું છે.

જેમાં લખાયું છે કે ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં તેઓના રિઝલ્ટમાં એપશન્ટ બતાવાયા છે. ઘણા સારા હોશિયાર વિદ્યાર્થીઓના ખૂબ જ ઓછા માર્ક્સ આવ્યા છે. આથી વિદ્યાર્થીઓને આ રિઝલ્ટ સ્વીકાર્ય નથી. વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો ફરીવાર તપાસવામાં આવે તથા મુશ્કેલીનું નિરાકરણ બેથી ત્રણ દિવસમાં લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય નહીં મળશે તો ઉગ્ર આંદોલન પણ કરાશે.



0 Response to "પરીક્ષા આપી છતાં વિદ્યાર્થી ગેરહાજર, BComના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel