બુધવાર સુધી અમદાવાદમાં એક ઈંચ સુધી વરસાદ પડવાની આગાહી; રાણીપ, ઘાટલોડિયા, SG હાઈવે, ગોતામાં છાંટા પડ્યા
બુધવાર સુધી અમદાવાદમાં એક ઈંચ સુધી વરસાદ પડવાની આગાહી; રાણીપ, ઘાટલોડિયા, SG હાઈવે, ગોતામાં છાંટા પડ્યા
હજુ વરસાદનું આગમન થયું નથી પરંતુ ભારે બફારો અનુભવાય છે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહ્યું હતું. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગના કહેવા મુજબ ગાજવીજ સાથે હળવા ઝાપટાંની શક્યતા છે.
સાનુકૂળ સંયોગ બન્યો
અરબી સમુદ્રમાં સાઉથ ગુજરાત-સૌરાષ્ટ્રના કિનારાથી લઇને અરબ સાગરના મધ્ય ભાગો સુધી દરિયાની સપાટીથી 3.1થી 4.5 કિલોમીટરના વિસ્તારમાં ટ્રફ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે.જેને કારણે અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે. - અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ
0 Response to "બુધવાર સુધી અમદાવાદમાં એક ઈંચ સુધી વરસાદ પડવાની આગાહી; રાણીપ, ઘાટલોડિયા, SG હાઈવે, ગોતામાં છાંટા પડ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો