કાલથી સ્કૂલો શરૂ છતાં સુરત પાલિકાએ 12થી 17 વર્ષના 98,623 વિદ્યાર્થીઓને વેક્સિનનો પ્રથમ-બીજો ડોઝ આપ્યો નથી
કાલથી સ્કૂલો શરૂ છતાં સુરત પાલિકાએ 12થી 17 વર્ષના 98,623 વિદ્યાર્થીઓને વેક્સિનનો પ્રથમ-બીજો ડોઝ આપ્યો નથી
સોમવારથી સ્કૂલો પણ શરૂ થઈ રહી છે. વેકેશનમાં હરવા ફરવા ગયેલાં વિદ્યાર્થીઓને સંક્રમણ થઈ શકે તેમ હોય લક્ષણ ધરાવતાં વિદ્યાર્થીઓને સ્કૂલે નહીં મોકલવા પણ તંત્ર અપીલ કરી રહ્યું છે. ત્યારે કોરોના સામે રક્ષણ આપવા વિદ્યાર્થીઓમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું.
પરંતુ તેમાં 12 થી 17 વર્ષ સુધીના વિદ્યાર્થીઓમાં મળી કુલ 70,804 વિદ્યાર્થીઓ એવાં છે જેમણે હજી સુધી બીજો ડોઝ નથી લીધો! જ્યારે રસીકરણ વખતે 12 થી 17 વર્ષના વિદ્યાર્થીઓનો ટાર્ગેટ 3,27,278 નિર્ધારિત કરાયો હતો. પરંતુ 2,99,455 વિદ્યાર્થીઓએ રસી મુકાવી હતી તેમાં પણ 27,823 વિદ્યાર્થીઓએ હજી પ્રથમ ડોઝ મુકાવ્યો નથી.! આમ, જોઇએ તો કુલ 98,623 વિદ્યાર્થીઓએ પ્રથમ અને બીજો ડોઝ પાલિકાએ હજુ સુધી આપ્યો નથી.
12થી 14 વર્ષના વિદ્યાર્થીઓમાંથી 41,519 એ બીજો ડોઝ લીધો નથી
12 થી 14 વર્ષના વય જુથના વિદ્યાર્થીઓ માટે વેક્સિન ટાર્ગેટ 1,31,661 નક્કી કર્યો હતો. તેની સામે 1,20,909 વિદ્યાર્થીઓએ પ્રથમ ડોઝ લીધો હતો. આ પ્રથમ ડોઝ લેનારા વિદ્યાર્થીમાંથી બીજો ડોઝ 79,390 લીધો હતો પરંતુ 41,519 વિદ્યાર્થીઓએ હજી બીજો ડોઝ લીધો નથી.
15થી 17 વય જૂથના 29,285 વિદ્યાર્થીએ બીજો ડોઝ લીધો નથી
પાલિકાના આરોગ્ય વિભાગે વેક્સિનેશનમાં અગાઉ 15થી 17 વર્ષના વય જુથના વિદ્યાર્થીઓમાં પ્રથમ ડોઝ માટે 1,95,617 ટાર્ગેટ નિર્ધારિત કર્યો હતો. તેમાં 1,78,546 વિદ્યાર્થીઓએ પ્રથમ ડોઝ, 1,49,261 બીજો ડોઝ લીધો હતો. હજુ સુધી 29,285 વિધાર્થીએ બીજો ડોઝ લીધો નથી.
18 વર્ષના યુવાઓમાં રસી પ્રત્યે વધુ જાગૃતિ , ટાર્ગેટ કરતાં 121 ટકા વધારે
18 વર્ષના વય જુથના 34,32,737 ટાર્ગેટ સામે 121 ટકા વધુ 41,52,443 એ પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. જ્યારે બીજા ડોઝમાં 3,92,222 યુવાઓએ રસી નહીં મુકાવતાં કુલ 37,60,221 એ બીજો ડોઝ લીધો હતો તેથી 121 ટકાવારી સામે 91 ટકાવારી જ નોંધાઇ હતી.
0 Response to "કાલથી સ્કૂલો શરૂ છતાં સુરત પાલિકાએ 12થી 17 વર્ષના 98,623 વિદ્યાર્થીઓને વેક્સિનનો પ્રથમ-બીજો ડોઝ આપ્યો નથી"
ટિપ્પણી પોસ્ટ કરો