-->
સુરતમાં વહેલી સવારે 2 ઈંચ વરસાદ ખાબક્યો, ઉધના-વરાછામાં પાણી ભરાયા, અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ

સુરતમાં વહેલી સવારે 2 ઈંચ વરસાદ ખાબક્યો, ઉધના-વરાછામાં પાણી ભરાયા, અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ

 

સુરતમાં વહેલી સવારે 2 ઈંચ વરસાદ ખાબક્યો, ઉધના-વરાછામાં પાણી ભરાયા, અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ





- રાત્રે વાતાવરણમાં પલટા બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો

- લિંબાયત, મીઠી ખાડી, ભાઠેના, ઉધના, પાંડેસરા અને વરાછામાં પાણી ભરાયા

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વહેલી સવારે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રિ દરમિયાન બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉધના-વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન સાથે વરસાદના પગલે અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. સવાર સુધી વીજ પુરવઠો રાબેતા મુજબ થયો ન હતો.


સૌથી વધુ વરસાદ વરાછા વિસ્તારમાં પડ્યો હતો.
સુરત સાથે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છે. વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે વહેલી સવારે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રિ દરમિયાન રાત્રે 8થી સવારના 8 વાગ્યા સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વરાછા ઝોન-એમાં 46 મિમિ વરસાદ પડ્યો હતો.


ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા
ભારે ગરમી વચ્ચે વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, ધોધમાર વરસાદ ખાબકતા ઉધના, પાંડેસરા અને વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રોડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


0 Response to "સુરતમાં વહેલી સવારે 2 ઈંચ વરસાદ ખાબક્યો, ઉધના-વરાછામાં પાણી ભરાયા, અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel