રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ હોમ આઈસોલેટેડ
રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ હોમ આઈસોલેટેડ
ગુજરાત રાજ્યમાં કોરોનાનનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે, નવા નવા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. છેલ્લા 24 કલાકમાં 150છી વધુ કેસો આવતા તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. આ વચ્ચે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓ હોમ આઈસોલેટેડ છે. ગાંધીનગર તેમના નિવાસસ્થાને હાલ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે ઘાતક કોરોનાની નવી લહેરમાં ટોચના અધિકારી સંક્રમિત થયા છે.
- ગુજરાતના મુખ્ય સચિવને થયો કોરોના
- મુખ્ય સચિવ પંકજકુમાર થયા કોરોના પોઝિટિવ
ઘરમાં જ લઇ રહ્યાં છે સારવાર
- કોરોનાની નવી લહેરમાં ટોચના અધિકારી થયા સંક્રમિત
- ગાંધીનગરના નિવાસસ્થાને લઇ રહ્યાં છે ટ્રિટમેન્ટ
ગુજરાતમાં કોરોનાના કેસની ગતિમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૪ નવા કેસ સામે આવ્યા છે જ્યારે એક્ટિવ કેસનો આંક ૭૦૦ને પાર થઇ ગયો છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંક ૧૫૦ને પાર થયો હોય તેવું ૧ માર્ચ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા ૧૧ દિવસમાં જ રાજ્યમાંથી કુલ ૯૧૦ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૮૦-ગ્રામ્યમાંથી ૨ સાથે સૌથી વધુ ૮૨, વડોદરા શહેરમાંથી ૨૨-ગ્રામ્યમાંથી ૧૧ સાથે ૩૩, સુરત શહેરમાં ૧૨-ગ્રામ્યમાં ૩ સાથે ૧૫, ગાંધીનગર શહેરમાં પાંચ, રાજકોટ શહેરમાં ચાર, મહેસાણા-વલસાડમાં ૩, આણંદ-ભરૃચ-ભાવનગર શહેર-કચ્છમાં ૨ અને ખેડામાં ૧ નવો કેસ સામે આવ્યો હતો. આમ, નવા કેસ પૈકીના ૭૫% માત્ર અમદાવાદ-વડોદરામાંથી નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા ૧૧ દિવસમાં જ કુલ ૫૦૦ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.
.jpg)
0 Response to "રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ હોમ આઈસોલેટેડ"
ટિપ્પણી પોસ્ટ કરો