-->
પશુપાલકની દાદાગીરી અમારા વિસ્તારમાં ઢોર પકડવા આવ્યા તો જાનથી મારી નાખીશું

પશુપાલકની દાદાગીરી અમારા વિસ્તારમાં ઢોર પકડવા આવ્યા તો જાનથી મારી નાખીશું

 

પશુપાલકની દાદાગીરીઅમારા વિસ્તારમાં ઢોર પકડવા આવ્યા તો જાનથી મારી નાખીશું




શહેરમાં જાહેર માર્ગો પર રખડતાં ઢોરના કારણે છેલ્લા 15 દિવસમાં 8 લોકો ઘાયલ થયા છે. જેને પગલે પાલિકાએ એક્શનમાં આવીને ગેરકાયદે ઢોરવાડા સીલ કરવાની સાથે રખડતાં ઢોર પકડવા માટે આક્રમક રીતે કામગીરી હાથ ધરી છે.


દરમિયાન માલધારી સમાજના અગ્રણીઓને પણ મેયર કેયુર રોકડિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ઢોર પકડવાની કામગીરીમાં કોઈ પણ રીતની ઢીલાશ વર્તવામાં નહીં આવે. જોકે તેના બીજા જ દિવસે સોમા તળાવ વિસ્તારમાં પશુપાલકે પાલિકાની ઢોર પાર્ટીને અમારા વિસ્તારમાં ઢોર પકડવા આવશો તો જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.


શહેરમાં ઠેર ઠેર રસ્તે રખડતાં ઢોરો લોકોને ભેટીએ ચડાવતા હોય છે. તાજેતરમાં જ વાઘોડિયા રોડ પર ગાયે શિંગડું મારતાં યુવકે આંખ ગુમાવવી હતી. આ ઘટના બાદ પણ વિવિધ વિસ્તારોમાં ગાયે લોકોને ભેટીએ ચડાવતાં 8 લોકોને ઇજા પહોંચી હતી. જેને પગલે પાલિકાએ આક્રમક રીતે ઢોર પકડવાનું શરૂ કર્યું હતું. દરમિયાન પાલિકાની ઢોર પાર્ટીના કર્મચારી વિક્રમસિંહ બોરાડે અન્ય કર્મચારીઓ સાથે સોમવારે વાડી વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરીમાં હતા.


દરમિયાન તેઓ સોમા તળાવ વિસ્તારમાં બપોરના સમયે રસ્તે રખડતી ભેંસને ટ્રોલીમાં ચઢાવતા હતા ત્યારે એકાએક કાન્હા ભરવાડ નામનો વ્યક્તિ આવી પહોંચ્યો હતો. તેણે ભેેેંસને ટ્રોલીમાં ચઢાવતા વિક્રમસિંહને અટકાવી અપશબ્દો બોલી અડચણ ઊભી કરી હતી. કાન્હા ભરવાડે અમારી ભેંસને તમે કેમ પકડીને લઈ જાવ છો અને હવે પછી આ વિસ્તારમાં ઢોર પકડવા આવ્યા તો તમને જાનથી મારી નાખીશું, તેવી ધમકી આપતાં વિક્રમ બોરાડે કાન્હા ભરવાડ સામે વાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બાજવા રોડ પર 19 મેએ ગાયે પાલિકાની મહિલા કર્મીને અડફેટે લેતાં ફ્રેક્ચર થયું હતું


છાણી જકાતનાકા શિવમ સોસાયટીમાં રહેતાં પાલિકા વોર્ડ 10ના હાઉસકીપર હંસાબેન સોલંકીને 19 મેએ બાજવા રોડ ઉપર ગાયે અડફેટે લેતાં ખભે ફેક્ચર થયું હતું. જોકે બીજી બાજુ તંત્ર માત્ર ગાય પકડવાની ઝુંબેશ હાથ ધરી સંતોષ માની રહી છે. પોલીસ ફરિયાદ, ગાય પકડવા નિકાસ કાર્યવાહીથી શહેર ઢોરથી મુક્ત થશે કે કેમ તે પ્રશ્ન જ છે.

0 Response to "પશુપાલકની દાદાગીરી અમારા વિસ્તારમાં ઢોર પકડવા આવ્યા તો જાનથી મારી નાખીશું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel