કૉંગ્રેસ ધ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નંબર પ્લેટ વિનાના ડોર ટુ ડોરનાં વાહનો ટેક્સ ચોરી કરે છે
કૉંગ્રેસ ધ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નંબર પ્લેટ વિનાના ડોર ટુ ડોરનાં વાહનો ટેક્સ ચોરી કરે છે
શહેરમાં ચાલતા દોડતાં વાહનોમાં નંબર પ્લેટ અને આરસીબુક સહિતના દસ્તાવેજો નહીં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ટેક્સ ચોરી કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે વાહનો કચરો ભરવાની જગ્યાએ ઝાડના લીલા પાન અને ડાળખીઓ ભરી લાવતા હોવા અંગે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોષીએ પોલીસ તપાસ કરવાની માંગ કરી છે.
વડોદરા શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે કોન્ટ્રાક્ટ આપેલો છે. જોકે ડોર ટુ ડોરના વાહનમાં કાટમાળ ભરવામાં આવતો હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે મંગળવારે ઓપી રોડ પરથી પસાર થઈ રહેલા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીએ નંબર પ્લેટ વગરનું ડોર ટુ ડોરનું વાહન જોતા તપાસ કરી હતી.
જેમાં વાહનના ડ્રાઈવર પાસે આરસી બુક, ઇન્સ્યોરન્સ અને પીયુસી જેવા ડોક્યુમેન્ટ માંગતા તે મળી આવ્યા ન હતા. ઋત્વિજ જોશી અનુસાર ડોર ટુ ડોરના વાહનોમાં ડોક્યુમેન્ટ્સ ન હતા. તેમજ નંબર પ્લેટ ન હોવાથી ટેક્ષ ચોરીના કૌભાંડની ગંધ આવી રહી છે. જે અંગે તપાસ કરવામાં આવે અને જો ડોર ટુ ડોરના વાહનો નંબર પ્લેટ વિનાના હોય તો કાર્યવાહી કરવામાં આવે.
0 Response to " કૉંગ્રેસ ધ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નંબર પ્લેટ વિનાના ડોર ટુ ડોરનાં વાહનો ટેક્સ ચોરી કરે છે"
ટિપ્પણી પોસ્ટ કરો