-->
વડોદરામાં નાલંદા ટાંકી વિસ્તારમાં બુધવાર એટલે કે આજ સાંજે અને ગુરૂવારે સવારે પાણી વિતરણ નહીં કરાય

વડોદરામાં નાલંદા ટાંકી વિસ્તારમાં બુધવાર એટલે કે આજ સાંજે અને ગુરૂવારે સવારે પાણી વિતરણ નહીં કરાય

 

વડોદરામાં નાલંદા ટાંકી વિસ્તારમાં બુધવાર એટલે કે આજ સાંજે અને ગુરૂવારે સવારે પાણી વિતરણ નહીં કરાય




વડોદરા શહેરના નાલંદા ટાંકી વિસ્તારમાં બુધવાર સાંજે અને ગુરૂવારે સવારે કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ નહીં થાય. ગુરૂવાર સાંજે કામગીરી પૂર્ણ થયા બાદ વિલંબથી અને હળવા દબાણથી પાણી વિતરણ કરાશે.

ગુરૂવાર સાંજે સાંજે હળવા દબાણથી પાણી વિતરણ કરાશે


વડોદરા મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નાલંદા ટાંકી ખાતે જૂના LT પેનલ બોર્ડના સ્થાને નવા LT પેનલ બાર્ડ બેસાડવાની કામગીરી તા. 1 જૂન 2022ને બુધવારે સવારના પાણી વિતરણ બાદ હાથ ધરવામાં આવશે. જેથી નાલંદા ટાંકીથી 1 જૂન 2022ને બુધવારે સાંજના ઝોનમાં પાણી વિતરણ કરવામાં નહીં આવે. તેમજ 2 જૂન ગુરૂવાર સવારના ઝોનમાં પાણી વિતરણ નહીં કરાય. ગુરૂવાર સાંજે કામગીરી પૂર્ણ થયા બાદ સાંજે ઝોનમાં વિલંબથી અને હળવા દબાણથી પાણી વિતરણ કરવામાં આવશે.

વડોદરામાં છાશવારે જનતા પાણી કાપની સમસ્યાથી પરેશાન


વડોદરા શહેરમાં 3 વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને 4 દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.

વારંવાર પાણી કાપની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત


વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.

0 Response to "વડોદરામાં નાલંદા ટાંકી વિસ્તારમાં બુધવાર એટલે કે આજ સાંજે અને ગુરૂવારે સવારે પાણી વિતરણ નહીં કરાય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel