વડોદરાના આજવા રોડ પર નૂડલ્સ બનાવતી ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, એક કામદાર દાઝ્યો
વડોદરાના આજવા રોડ પર નૂડલ્સ બનાવતી ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, એક કામદાર દાઝ્યો
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા સરદાર એસ્ટેટ પાસે ક્રિષ્નાનગર પાસે નૂડલ્સ બનાવતી ફેક્ટરીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં આગ લાગતા ફેક્ટરીના પતરાના શેડ ઉપર સૂઈ ગયેલા બે કામદારે પતરા ગરમ થતાં શેડ ઉપરથી નીચે ભૂસકો માર્યો હતો. જેમાં એક દાઝી ગયો હતો. જ્યારે બીજાને કોઈ ઈજા થઈ ન હતી.
બે કામદાર શેડ ઉપરથી નીચે કૂદી પડ્યા
આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે ક્રિષ્નાનગર પાસે જય અંબે ગૃહ ઉદ્યોગ નામથી નીરજભાઈ નૂડલ્સ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. ફેક્ટરીમાં નૂડલ્સનું ઉત્પાદન કરીને સ્ટોક પણ ફેક્ટરીમાં રાખે છે. આ ફેક્ટરીમાં કામ કરતા અને ફેક્ટરીમાં જ રહેતા બે યુવાનો ફેક્ટરીના પતરાના શેડ ઉપર સૂઈ ગયા હતા. આજે વહેલી સવારે ફેક્ટરીમાં આગ આગ લાગતા પતરા ગરમ થતા ફેક્ટરી પર સૂઈ રહેલા બે કામદાર શેડ ઉપરથી નીચે કૂદી પડ્યા હતા. જેમાં 19 વર્ષીય વિનયકુમાર વિશ્વાસ શેડ ઉપરથી કૂદતાં અને શેડમાં મૂકેલા વ્હીકલ પર પડતા દજી પગમાં ઇજા પહોંચી હતી અને ગરમ પતરાં ઉપર ચાલતા દાઝી ગયો હતો.
ફાયર બ્રિગેડે આગને સંપૂર્ણ કાબૂમાં લીધી
દરમિયાન આ બનાવની જાણ આસપાસમાં રહેતા લોકોએ ફાયર બ્રિગેડને કરતા પાણીગેટ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર અમિત ચૌધરી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં લાગેલી આગના બનાવને પગલે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. સ્થાનિકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
આગમાં જાનહાનિ થઈ નથી
આ બનાવમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આ ઘટનામાં જાનહાનિ થઈ નથી. પરંતુ, આગના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. આ બનાવ અંગે પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
0 Response to "વડોદરાના આજવા રોડ પર નૂડલ્સ બનાવતી ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, એક કામદાર દાઝ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો