-->
ચલો સ્કૂલ ચલે હમ ઉનાળુ વેકેશન બાદ આજથી રાજયની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું.

ચલો સ્કૂલ ચલે હમ ઉનાળુ વેકેશન બાદ આજથી રાજયની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું.

 

ચલો સ્કૂલ ચલે હમ ઉનાળુ વેકેશન બાદ આજથી રાજયની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું.








ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજથી ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. આજથી વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. તમામ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા સ્કૂલોમાં વિશેષ તૈયારી કરાઈ છે. વિદ્યાર્થીઓને કંકુ ચોખાનો તિલક કરીને સ્કૂલમાં તેમનું સ્વાગત કરાયું છે.કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ સતત મજબૂર બન્યા હતા, ત્યારે આ વર્ષની શરૂઆત ઓફલાઈન એજ્યુકેશન સાથે થતા વાલીઓ માટે પણ રાહતના સમાચાર છે. બીજી તરફ કોરોનાના કેસોમાં વધારો થવાથી વાલીઓમાં પણ સંક્રમણને લઈને ચિંતાઓ છે.


આજથી ગુજરાત બોર્ડનું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. 2 વર્ષ બાદ સત્ર શરૂ થતાં જ પહેલા દિવસથી જ સ્કૂલો ઓફલાઇન શરૂ થઈ છે. સ્કૂલે આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તો કેટલાક બાળકો રડતા રડતા પણ સ્કૂલે આવ્યા હતા. જોકે સ્કૂલ તરફથી પણ પ્રથમ દિવસ હોવાથી બાળકોને ખૂબ પ્રેમથી આવકાર્યા હતા.મેમનગર એચબી કાપડિયા સ્કૂલ પણ આજથી શરૂ થતાં પહેલાં જ દિવસે સ્કૂલમાં બાળકો સ્કૂલવાન- રીક્ષા,વાલી સાથે અથવા પોતાની જાતે સાયકલ લઈને સ્કૂલે આવ્યા હતા. સ્કૂલમાં પહોંચતા બાળકોને સ્કૂલની બહાર ગ્રાઉન્ડ ઉભા રાખવામાં આવ્યા હતા.બાળકોને  માર્ગદર્શિકા આપીને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.


સ્કૂલમાં ટીચર અને ફ્રેન્ડ્સ મળતાં વધુ ખુશી મળશે


અમદાવાદમાં મેમનગર એચબી કાપડિયા સ્કૂલના પ્રિન્સિપાલ રૂપલ દલાલે જણાવ્યું હતું કે કોરોનાના 2 વર્ષ દરમિયાન શિક્ષકોએ ઓનલાઇન ભણાવ્યું છે પરંતુ તેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે બોન્ડિંગ તૂટી ગયું હતું જે આજે સ્કૂલ શરૂ થતાં બંને વચ્ચે ફરીથી જોડાશે. જિયા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે ઓનલાઇન અભ્યાસના કારણે નેટવર્ક ઇસ્યુ થતો હતો અને ફ્રેન્ડ મળતા નહોતા.હવે ઓફલાઇન સ્કૂલ શરૂ થઈ છે તો ટીચર મળ્યા છે સ્કૂલમાં ફ્રેન્ડ મળ્યા છે હવે સારું ભણીને સારો સ્કોર કરવાનો અમને મોકો મળશે.સુહાની ચૌહાણ નામની વિદ્યાર્થીને જણાવ્યું હતું કે જયારથી વેકેશન પડ્યું ત્યારથી વેકેશન પુરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા.આજે સ્કૂલે આવીને ખૂબ મજા આવી છે.એસ.દવે નામના વાલીએ જણાવ્યું હતું કે 2 વર્ષ બાદ સ્કૂલો ફરીથી શરૂ થઈ છે એટલે એમને સ્કૂલે મોકલવામાં ઉત્સાહ છે.બાળકો પણ સ્કૂલે આવવા ઉત્સુક હતા.બાળકો હવે વધુ આત્મ વિશ્વાસ સાથે સ્કૂલમાં ભણશે.






વડોદરામાં વિદ્યાર્થીઓને ગુલાબ અને ચોકલેટો આપી સ્વાગત કરાયું


વડોદરામાં પણ કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે શરૂ થયેલી સ્કૂલો વાલીઓને મૂંઝવણમાં મૂકી રહી છે. જોકે કેટલીક સ્કૂલો દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરીને આવવા માટે જણાવાયું છે. પરંતુ સ્કૂલ શરૂ થવાના આજે પ્રથમ દિવસે જ ફરજિયાત માસ્કનું પાલન થતું જોવા મળ્યું ન હતું.આજે શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં શિક્ષકોમાં પણ અનેરો ઉમંગ જોવા મળ્યો હતો. અને વિવિધ ફૂલો દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબ અને ચોકલેટો આપીને આવકારવામાં આવ્યા હતા. આજે સ્કૂલો શરૂ થવાનો પ્રથમ દિવસ હોવાથી વાલીઓ પણ પોતાના બાળકોને વહેલી સવારે સ્કૂલ પર મુકવા આવ્યા હતા. બીજી બાજુ સ્કૂલવાન અને સ્કૂલ ઓટો રિક્ષાઓનો પણ ધમધમાટ જોવા મળ્યો હતો.



સુરતમાં પ્રથમ દિવસે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની 90 ટકા હાજરી જોવા મળી


સુરતમાં પણ આજથી શરૂ થયેલી સ્કૂલોમાં વાલીઓમાં શિક્ષકોમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ દેખાયો છે. સુરતમાં પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની 90 ટકા જેટલી હાજરી જોવા મળી છે.આજે ભૂલકાઓ વહેલી સવારે શાળામાં પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે શાળા સંચાલકો અને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ બાળકોને હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. બાળકોના ચહેરા ઉપર પણ સ્મિત સ્પષ્ટ દેખાતું હતું ઘણા સમયથી ઘરે રહ્યા બાદ આજે ઉનાળુ સત્ર પૂર્ણ થતાની સાથે જ બાળકો પોતાના પુસ્તકો સાથે શાળાએ પહોંચી ગયા હતા.


0 Response to "ચલો સ્કૂલ ચલે હમ ઉનાળુ વેકેશન બાદ આજથી રાજયની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel