કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન આજે રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થશે, અમદાવાદમાં કોંગી કાર્યકરો GMDC ખાતે ઉમટ્યા, ED ઓફિસ તરફ કૂચ કરશે
કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનઆજે રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થશે, અમદાવાદમાં કોંગી કાર્યકરો GMDC ખાતે ઉમટ્યા, ED ઓફિસ તરફ કૂચ કરશે
આજે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી પોતાનો વિરોધ નોંધાવશે. જેને લઇને અમદાવાદ ખાતે પણ કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેને લઈને કોંગ્રેસી કાર્યકરોની GMDC ખાતે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. જ્યાં સુધી રાહુલ ગાંધીની કચેરીમાં પૂછપરછ થશે ત્યાં સુધી કોંગ્રેસના ધરણાંનો કાર્યક્રમ ચાલશે. ત્યાર બાદ શહેરના મેમનગર વિસ્તાર પાસે સ્થિત EDની કચેરી ખાતે રેલી યોજી વિરોધ નોંધાવશે.
GMDC ખાતે ધરણા કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા પહોંચ્યા છે. સુખરામ રાઠવાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરૂપયોગ કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. એટલું જ નહીં પરંતુ જ્યાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે, તેના કાર્યકરોને પણ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.
કોંગ્રેસના નેતાઓ અમદાવાદની ઇડીની ઓફિસે કૂચ કરશે
વડોદરામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રવિવારે પ્રેસ કોન્ફન્સને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સોમવારે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ED દ્વારા પૂછપરછ કરવામાં આવશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સવારે 9 વાગ્યે અમદાવાદ ખાતે એકત્ર થઇ અમદાવાદ સ્થિત EDની ઓફિસે કૂચ કરી જશે. જ્યાં સુધી દિલ્હી ખાતે ઇડીની ઓફિસમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરવા રોકવામાં આવશે ત્યાં સુધી ગુજરાતમાં પણ EDની ઓફિસમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે, જો રાહુલ ગાંધીની દિલ્હી ખાતે 24 કલાક પૂછપરછ ચાલે કે એક મહિના સુધી ચાલે. જ્યાં સુધી રાહુલ ગાંધીની પૂછપરછ ચાલશે કોંગ્રેસના કાર્યકરો અમદાવાદમાં EDની ઓફિસ પર ધરણા જારી રાખશે. આ ધરણા દેશભરમાં થશે.

0 Response to "કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન આજે રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થશે, અમદાવાદમાં કોંગી કાર્યકરો GMDC ખાતે ઉમટ્યા, ED ઓફિસ તરફ કૂચ કરશે"
ટિપ્પણી પોસ્ટ કરો