રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યું: શાળા-કોલેજોમાં ફરી શરૂ થશે રસીકરણ અભિયાન, બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને લાગશે વેક્સિન
રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યું: શાળા-કોલેજોમાં ફરી શરૂ થશે રસીકરણ અભિયાન, બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને લાગશે વેક્સિન
ગુજરાતભરમાં સોમવારથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ 12થી 14 વર્ષના બાકી બાળકોના કોરોના રસીકરણની કામ શરૂ કરશે. ખાનગી અને મહાપાલિકાની સ્કૂલોમાં હેલ્થ વિભાગ કોરોના રસીકરણ રકવા જઈ રહ્યુ છે. ઉનાળુ વેકેશનના કારણે કિશોરોમાં બીજા ડોઝનું રસીકરણ બાકી છે અને ફરી સર્વે કરી વેક્સિનેશન કરવામાં આવશે. આ ઉપરાંત બિમાર બાળકો સ્કૂલમાં ન આવે તે માટે પણ શાળાના આચાર્યોને સૂચના આપી દેવામાં આવી છે. 12થી 14 વર્ષના અંદાજે 20 હજાર બાળકોને કોરોના વેક્સિન લેવાની બાકી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યુ છે. તેથી આરોગ્ય તંત્ર સતર્ક થઇ ગયું છે. સોમવારથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. શાળાઓમાં કોરોના ન વકરે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત રસીકરણ અભિયાન ફરી શરૂ કરવામાં આવશે. બિમાર વિદ્યાર્થીઓ શાળામાં ન આવે તેની સૂચના આચાર્યોને આપી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 20 હજાર જેટલા બાળકોએ હજી સુધી કોરોના વેક્સિન નથી લીધી. આ વિદ્યાર્થીઓનું રસીકરણ ઝડપથી થાય તેના પર આરોગ્ય તંત્ર કામ કરી રહ્યું છે. કોરોના વધતા એસટી અને રેલવે સ્ટેશનો પર ફરી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
- છેલ્લા ઘણા દિવસથી કોરોના કેસ વધી રહ્યા છે
- પોઝિટિવ દર્દીઓ ને ટ્રેસ કરી કામગીરી કરવામાં આવી રહી છે
- એસ ટી અને રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે
- સ્કૂલના પ્રિન્સીપાલ ને બીમાર બાળકો સ્કૂલ માં ન આવે તે માટે સૂચના આપવામાં આવી છે
- 12થી 14 વર્ષ ના અંદાજે 20 હજાર બાળકો વેક્સિન લેવામાં બાકી
કોરોના વધતા વાલીઓની ચિંતા વધી
સુરત સહિત સમગ્ર રાજ્યમાં આગામી સોમવારથી સ્કૂલ શરૂ થઈ રહી છે તે પહેલાં કોવિડના કેસમાં વધારો થતાં વાલીઓ ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ સરકારે કોવિડ અંગે કોઈ પરિપત્ર કે સૂચના આપી ન હોય તંત્ર પણ મુંઝવણમાં મુકાયું છે. આવી સ્થિતિ વચ્ચે વિદ્યાથીઓમાં સંક્રમણ ન વધે તે માટે પાલિકા તંત્ર એ વાલીઓને તકેદારી રાખવા તથા વિદ્યાથીઓ બીમાર હોય તો સ્કુલે ન મોકલવા માટે અપીલ કરી છે.
0 Response to "રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યું: શાળા-કોલેજોમાં ફરી શરૂ થશે રસીકરણ અભિયાન, બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને લાગશે વેક્સિન"
ટિપ્પણી પોસ્ટ કરો