-->
વિરોધની સામે સમર્થન નૂપુર શર્માના નિવેદનને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે બ્રહ્મ સમાજ અને હિન્દુ સંગઠનો સમર્થનમાં ઉતર્યા

વિરોધની સામે સમર્થન નૂપુર શર્માના નિવેદનને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે બ્રહ્મ સમાજ અને હિન્દુ સંગઠનો સમર્થનમાં ઉતર્યા

 

વિરોધની સામે સમર્થન નૂપુર શર્માના નિવેદનને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે બ્રહ્મ સમાજ અને હિન્દુ સંગઠનો સમર્થનમાં ઉતર્યા








ટીવી શોમાં ડિબેટ દરમિયાન ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ વિરોધ હિંસામાં પણ તબદિલ થયો છે. નૂપુર શર્મા સામે સખત પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં હિન્દુ સંગઠનો અને બહ્મ સમાજ દ્વારા નૂપુર શર્માને સમર્થન મળી રહ્યું છે. પરશુરામ ગાર્ડન ખાતે બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડિલો તેમજ અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહીને નૂપુર શર્માને સમર્થન અપાઈ રહ્યું છે.


લઘુમતિ સમાજમાં રોષ

નૂપુર શર્માએ આપેલા નિવેદનને કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ દેશભરના મુસ્લિમ સંગઠનો દ્વારા નૂપુર શર્માનો અલગ અલગ રીતે વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. નૂપુર શર્મા સામે જે રીતે મુસ્લિમ સમાજ પોતાનો રોષ ઠાલવી રહ્યો છે. ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા હવે નૂપુર શર્માના પડખે આવીને ઊભા રહ્યા છે.







નૂપુર સાથે ઉભા રહીશું-સમાજ

બ્રાહ્મણ સમાજના યુવા અગ્રણી મોનલ ઠાકરે જણાવ્યું કે, નૂપુર શર્માએ આપેલા નિવેદનમાં કોઈ જ ભૂલ ન હતી. જે પણ લખવામાં આવ્યું છે. એ જ પ્રકારની વાત તેણીએ કરી હતી. છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને. પરંતુ જે રીતે હાલ તેમને મુંબઇ પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યુ છે. સાથે દેશમાં જે રીતે ખોટા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તેણી સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે લોકો નૂપુર શર્માના સમર્થન માટે રસ્તાઓ ઉપર ઉતરી જઈશું. દેશના અખંડિતતા માટે અમે નૂપુર શર્માએ સાથે ઊભા રહીશું.


મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ

સુરતના બ્રિજ પર નૂપુર શર્માના ફોટો સાથેના પોસ્ટર લગાવીને વિરોધ કરાયા બાદ મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા ક્લેક્ટર કચેરીએ કટ આઉટ સાથે નારેબાજી કરીને આવેદનપત્ર અપાયું હતું. ત્યારે હવે નૂપુર શર્માનો સુરતમાં એક તરફ વિરોધ અને બીજી તરફ સમર્થન મળી રહ્યું છે.

0 Response to "વિરોધની સામે સમર્થન નૂપુર શર્માના નિવેદનને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે બ્રહ્મ સમાજ અને હિન્દુ સંગઠનો સમર્થનમાં ઉતર્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel