ગણતરીની મીનિટોમા જ્વેલર્સ લૂટ્યું અમેરિકામાં હથિયારો સાથે લૂંટારાઓએ ભારતીય જ્વેલર્સ લૂટી લીધું.
ગણતરીની મીનિટોમા જ્વેલર્સ લૂટ્યું અમેરિકામાં હથિયારો સાથે લૂંટારાઓએ ભારતીય જ્વેલર્સ લૂટી લીધું.
સ્ટોરનો જ એક કર્મચારી જ્યારે સ્ટોરની અંદર આવે છે ત્યારે તેની પાછળ જ આઠથી નવ બુરખાધારી હાથમાં હથિયાર લઈને જ્વેલર્સમાં ઘૂસી જાય છે. એક ચોર જ્વેલર્સના દરવાજા પાસે ઉભો રહે છે જેથી બીજુ કોઈ અંદર ના આવી શકે. જ્યારે બાકીના ચોર જ્વેલર્સમાં ઘૂસીને કર્મચારીઓને જમીન પર ઉંધા ઉંઘી જવાનો આદેશ આપે છે.
ગણતરીની મીનિટોમાં જ લૂંટારાઓએ જ્વેલર્સના શો-કેસ તોડીને બધા દાગીના અને કેશ લૂંટી લીધી હતી. જ્વેલર્સમાં પણ લૂંટારાઓએ કર્મચારીઓને ડરાવવા ગોળી ચલાવી હતી. જોકે તેમણે કોઈ કર્મચારીને નુકસાન પહોંચાડ્યું નથી. લૂંટારાઓના ગયા પછી કર્મચારીઓએ પોલીસને ફોન કરીને માહિતી આપી હતી. કર્મચારીઓ એકબીજા સાથે હિન્દી અને ગુજરાતીમાં વાત કરતા સંભળાય છે. તેથી અંદાજ આવે છે કે, આ ભારતીયો દ્વારા સંચાલિત જ્વેલર્સ છે. સ્થાનિક પોલીસે હવે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે.

0 Response to "ગણતરીની મીનિટોમા જ્વેલર્સ લૂટ્યું અમેરિકામાં હથિયારો સાથે લૂંટારાઓએ ભારતીય જ્વેલર્સ લૂટી લીધું."
ટિપ્પણી પોસ્ટ કરો