ભરૂચ તાલુકાના થામ ગામ પાસે જીવંત વીજ તાર તૂટી પડ્યો, ચારથી વધુ ભેંસોને કરંટ લાગતા મોત
ભરૂચ તાલુકાના થામ ગામ પાસે જીવંત વીજ તાર તૂટી પડ્યો, ચારથી વધુ ભેંસોને કરંટ લાગતા મોત
ભરૂચ તાલુકાના થામ ગામની સીમમાં વીજ વાયર તૂટી પડતા ચારથી વધુ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો. જેથી પશુઓના કરુણ મોત થયા હતા. વીજ કંપનીની લાપરવાહીને પગલે આ ઘટના બની હોવાના આક્ષેપ કરી પશુ પાલકોએ વળતરની માગ કરી છે.
પશુ પાલકોએ વળતરની માગ કરી
ભરૂચ તાલુકાના થામ ગામમાં રહેતા પશુ પાલકો મંગુભાઇ આહીર, રાજુભાઈ આહીર અને અન્ય પશુ પાલકો આજરોજ સવારે પશુઓ ચરાવવા જતા હતા. આ દરમિયાન ગામની સીમમાં જીવંત વીજ તાર તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાથી પસાર થતા પશુઓને વીજ કરંટ લાગ્યો હતો. જેથી ટપોટપ એક સાથે ચારથી વધુ પશુઓ મોતને ભેટ્યા હતા. પશુઓને વીજ કરંટ લાગતા પશુ પાલકોએ તેઓને બચાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ હાઇટેનશન લાઈનનો વીજ કરંટ લાગતા પશુઓના એક સાથે જ કરુણ મોત થયા હતા. વીજ કંપનીની લાપરવાહીને પગલે આ ઘટના બની હોવાના આક્ષેપ કરી પશુ પાલકોએ વળતરની માગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ કંપની દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસૂનની કામગીરી ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.
0 Response to "ભરૂચ તાલુકાના થામ ગામ પાસે જીવંત વીજ તાર તૂટી પડ્યો, ચારથી વધુ ભેંસોને કરંટ લાગતા મોત"
ટિપ્પણી પોસ્ટ કરો