-->
રાજકોટમાં ઢેબર રોડ, ગોંડલ રોડ, હોસ્પિટલ ચોકમાં હળવા ઝાપટા પડ્યા, બફારો અને ઉકળાટ વધ્યો

રાજકોટમાં ઢેબર રોડ, ગોંડલ રોડ, હોસ્પિટલ ચોકમાં હળવા ઝાપટા પડ્યા, બફારો અને ઉકળાટ વધ્યો

 

રાજકોટમાં ઢેબર રોડ, ગોંડલ રોડ, હોસ્પિટલ ચોકમાં હળવા ઝાપટા પડ્યા, બફારો અને ઉકળાટ વધ્યો






રાજકોટ જિલ્લામાં આજે સતત છઠ્ઠા દિવસે મેઘરાજાની પધરામણી થઈ છે. જ્યાં શહેરના ઢેબર રોડ, ગોંડલ રોડ, હોસ્પિટલ ચોક, ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા હતા. જ્યાં 10થી 15 મિનીટ જેટલા સમયમાં પડેલા ઝાપટાથી બફારો અને ઉકળાટ વધ્યો હતો અને માર્ગો ભીના થયા હતા. હાલ વાદળછાયા વાતાવરણને કારણે તાપ ઘટ્યો છે પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણને કારણે હવામાનમાં ભેજ વધ્યો છે.

બધુવારે મેટોડામાં વીજળી પડતાં યુવાનનું મોત
નોંધનીય છે કે રાજકોટમાં બુધવારે 1.30 કલાક સુધી તડકો રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. 20 મિનિટમાં રાજકોટના વેસ્ટ ઝોનમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. અડધો ઇંચ વરસાદે શહેરના રોડ-રસ્તા પર પાણી વહી ગયા હતા. મેટોડામાં પારસ પાર્ક સોસાયટીમાં આવેલ રહેણાક મકાન પર વીજળી પડતા શ્યામ યાદવ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. યુવક મકાનની અગાશી પર વરસાદ જોવા માટે ગયો હતો અને માથે વીજળી પડી હતી.



24 કલાકમાં વિવિધ જળાશયોમાં આવેલ નવા નીર
રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડતા નવાં નીરની આવક થઇ છે. જેમાં આજી-3 ડેમમાં 15 મીમી, ન્યારી-2 ડેમમાં 45 મીમી, ખોડાપીપર ડેમમાં 10 મીમી, છાપરવાડી ડેમમાં 25 મીમીની આવક થઈ છે. રાજકોટ જિલ્લાના ભરાયેલા જળાશયોમા સરેરાશ 23.29 % પાણી પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.


0 Response to "રાજકોટમાં ઢેબર રોડ, ગોંડલ રોડ, હોસ્પિટલ ચોકમાં હળવા ઝાપટા પડ્યા, બફારો અને ઉકળાટ વધ્યો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel