અંકલેશ્વરના રહેણાંક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, એક ગ્રાહક અને દલાલ સાથે ચાર યુવતીઓ ઝડપાઇ
અંકલેશ્વરના રહેણાંક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, એક ગ્રાહક અને દલાલ સાથે ચાર યુવતીઓ ઝડપાઇ
પોલીસે કુલ રૂપિયા 9 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળી તપાસ હાથ ધરી
અંકલેશ્વર શહેર પોલીસે આંબોલી રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્કમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે રેડ કરીને પોલીસે એક ગ્રાહક અને દલાલ સાથે ચાર યુવતીઓને ઝડપી પાડી હતી.
બાતનીના આધારે પોલીસે છાપો માર્યો
અંકલેશ્વરના આંબોલી રોડ ઇદગાહ પાસે આવેલ સરસ્વતી પાર્ક સ્થિત મકાન નંબર-1માં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી શહેર પોલીસ મથકના પી.એસ.આઈ.એ.એસ.ચૌહાણને મળી હતી. તેઓ વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 6 પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા. બાતમી વાળા મકાનમાં રેડ કરતા મકાનના પહેલા રૂમમાંથી મૂળ વિસનગર અને હાલ અંકલેશ્વરના સરસ્વતી પાર્કમાં રહેતો પ્રકાશ રઘુનાથ પટેલ મળી આવ્યો હતો. જ્યારે મકાનના રૂમોમાંથી કઢંગી હાલતમાં એક યુવાન સાથે યુવતી મળી આવી હતી. તો અન્ય રૂમમાંથી ત્રણ યુવતીઓ મળી આવી હતી.
ગ્રાહક અને દલાલની અટકાયત
પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કરી પ્રકાશ પટેલ અને ગ્રાહક જીગ્નેશ ચંદુભાઈ પટેલની અટકાયત કરી હતી, બંનેની અંગ ઝડતીમાંથી રોકડા અને 3 હજાર બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 9 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
0 Response to "અંકલેશ્વરના રહેણાંક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, એક ગ્રાહક અને દલાલ સાથે ચાર યુવતીઓ ઝડપાઇ"
ટિપ્પણી પોસ્ટ કરો