એક્ટરને ભારત રત્ન ડૉ. આંબેડકર સન્માન સાયરાબાનોએ પતિ માટે ભારત રત્નની માગણી કરી, યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં
એક્ટરને ભારત રત્ન ડૉ. આંબેડકર સન્માન સાયરાબાનોએ પતિ માટે ભારત રત્નની માગણી કરી, યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં
સાયરાબાનો હાલમાં જ પોતાના સ્વર્ગીય પતિ દિલીપ કુમાર તરફથી ભારત રત્ન ડૉ. આંબેડકર અવોર્ડ લેવા ગયાં હતાં. આ ઇવેન્ટમાં એક્ટ્રેસ અવોર્ડ લેતાં સમયે પતિને યાદ કરીને રડી પડ્યાં હતાં. તેમણે દિલીપ કુમારને કોહિનૂર કહીને ભારત રત્નની ડિમાન્ડ કરી હતી.
અવોર્ડ લેતાં સમયે રડી પડ્યાં
સાયરાબાનો યુનિયન મિનિસ્ટર રામદાસ અઠાવલે પાસેથી અવોર્ડ લે છે. રામદાસ અઠાવલેએ જ્યારે દિલીપ કુમાર અંગે વાત કરી ત્યારે સાયરાબાનો રડી પડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ જ કારણે તે કોઈ ઇવેન્ટમાં સામેલ થતાં નથી, કારણ કે ઇવેન્ટ્સમાં તેમને ઇમોશનલ ફીલ કરાવવામાં આવે છે.
દિલીપ સાહેબને હિંદુસ્તાનના 'કોહિનૂર' કહ્યું
સાયરાએ ઇવેન્ટમાં કહ્યું હતું, 'દિલીપ સાહબ હિંદુસ્તાનના કોહિનૂર છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. તે હજી પણ અહીંયા છે. મારી યાદોમાં નહીં, પરંતુ તેઓ ડગલે ને પગલે મારી સાથે છે, કારણ કે હું આ જ વિચારીને મારું જીવન જીવી રહી છું. હું એવું ક્યારેય નહીં વિચારું કે તે અહીંયા નથી. તે મારી પાસે છે, હંમેશાં મારી સાથે રહેશે. મારા કોહિનૂર.'
ગયા વર્ષે અવસાન થયું
દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરમાં 7 જુલાઈ, 2021ના રોજ અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતાં.
0 Response to "એક્ટરને ભારત રત્ન ડૉ. આંબેડકર સન્માન સાયરાબાનોએ પતિ માટે ભારત રત્નની માગણી કરી, યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં"
ટિપ્પણી પોસ્ટ કરો