-->
મોમોઝ ખાતા પહેલાં ચેતજો ધીમે-ધીમે અને ચાવીને ખાવાથી બચી શકે છે જીવ, AIIMS ફોરેન્સિક ઇમેજિંગ જર્નલમાં થયો ખુલાસો

મોમોઝ ખાતા પહેલાં ચેતજો ધીમે-ધીમે અને ચાવીને ખાવાથી બચી શકે છે જીવ, AIIMS ફોરેન્સિક ઇમેજિંગ જર્નલમાં થયો ખુલાસો

 

મોમોઝ ખાતા પહેલાં ચેતજો ધીમે-ધીમે અને ચાવીને ખાવાથી બચી શકે છે જીવ, AIIMS ફોરેન્સિક ઇમેજિંગ જર્નલમાં થયો ખુલાસો









શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે, મોમોઝ ખાવાથી કોઈનું મોત થઇ શકે છે? હા. મોમોઝ ખાવાથી મોત થઇ શકે છે. 50 વર્ષના વ્યક્તિનાં ગળામાં મોમોઝ અટકવાથી મોત નીપજ્યું છે. દિલ્હીની AIIMS ફોરેન્સિક ઇમેજિંગ જર્નલએ આ ઉપર એક રિપોર્ટ બનાવ્યો છે.


આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, જો કોઈ ઉતાવળમાં મોમોઝના ઉપરનો ભાગ ગળી જાય છે તો તે શ્વાસનળીમાં ચાલ્યો જાય છે . જેનાથી શ્વાસનળી બ્લોક થવાથી થોડા જ સમયમાં મોત થઇ જાય છે.


ડોક્ટરોએ આપી ચેતવણી


AIIMSએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ કેસ ફોરેન્સિક માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, મોમોઝ શ્વાસ નળીમાં ફસાઈ ગયું હતું. જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેનું મોત થયું હતું. તબીબોએ આ અંગે આરોગ્ય ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે, જમતી વખતે હંમેશા સાવધાની રાખો. ધીમે-ધીમે ચાવીને ખાઓ.


પટના મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ, પટનાના, સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર (ENT) ડૉ. શાહીન ઝફર કહે છે કે, કોઈપણ ખોરાક, તેને ગળતાં પહેલાં બરાબર ચાવવું જોઈએ. જેના કારણે ખોરાકનો ટુકડો શ્વાસનળીમાં જશે નહીં. ઉપરાંત, દરેક વ્યક્તિ જાણે છે કે ચાવીને ખોરાક ખાવાથી પાચન પણ બરાબર થાય છે.





જમતા સમયે વાત કરવાનું ટાળો


AIIMS નવી દિલ્હીના ભૂતપૂર્વ ડૉક્ટર અને રાંચીના બર્લિન ડાયગ્નોસ્ટિક સેન્ટરના જનરલ ફિઝિશિયન ડૉ. રવિકાંત ચતુર્વેદી જણાવે છે કે, AIIMSનો આ રિપોર્ટ મહત્વપૂર્ણ છે. મોમોઝ ખાઓ છો કે માંસ, જમતી વખતે વાત ન કરવી જોઈએ. વાત કરીએ તો મોંમાંથી હવા પણ શરીરની અંદર જાય છે. ખોરાકના કણોને શ્વાસ નળીમાં પ્રવેશતા અટકાવવા માટે એપિગ્લોટિસ ફ્લૅપ હોય છે. આ એક શટર જેવું છે, જે સંવેદનશીલ હોય છે.


ઘણી વખત જ્યારે આપણને જમતી વખતે વાત કરવાની ટેવ હોય છે, ત્યારે ખોરાકના ટુકડા શ્વાસ નળીમાં જાય છે અને અચાનક આપણને ઉધરસ આવવા લાગે છે. કેટલીકવાર તો નાકમાંથી પણ ખોરાકના ટુકડા બહાર આવે છે. જો આ ટુકડા મગજ તરફ જાય તો મૃત્યુ પણ થઈ શકે છે.


ગળામાં કઇ ફસાઈ ગયું હોય એવું ક્યારે લાગે?


  • સતત ઉધરસ
  • ગળામાં ઘરઘરાટી
  • ગળામાં ભારેપણું
  • બોલવામાં તકલીફ
  • હાંફ ચઢવી
  • ત્વચાનો રંગ બદલવો

ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે


RKLF મેટ્રો હોસ્પિટલ  નવી દિલ્હીના પલ્મોનોલોજિસ્ટ  જણાવે છે કે, શ્વાસનળી અને અન્નનળી બંને ખૂબ જ નાજુક હોય છે. એપિગ્લોટિસ ફ્લૅપ ખોરાકને અન્નનળી અને ફેફસાંમાં પ્રવેશતા અટકાવે છે. જો ઉતાવળમાં જમવામાં આવે અથવા તો વાત કરવામાં આવે તો ખોરાક ગળી જાય છે. જે, એપિગ્લોટિસ ફ્લૅપને અસ્વસ્થ બનાવે છે. તો ખોરાકના કણો ફેફસામાં પણ જઈ શકે છે. આ સ્થિતિમાં ન્યુમોનિયાની સ્થિતિ પણ થઈ શકે છે.



0 Response to "મોમોઝ ખાતા પહેલાં ચેતજો ધીમે-ધીમે અને ચાવીને ખાવાથી બચી શકે છે જીવ, AIIMS ફોરેન્સિક ઇમેજિંગ જર્નલમાં થયો ખુલાસો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel