-->
ગુજરાતમાં 2021માં 32 ઈંચ સાથે 96 ટકા વરસાદ નોંધાયો હતો, 2022માં 104 ટકા વરસાદ થવાની શક્યતાઓ

ગુજરાતમાં 2021માં 32 ઈંચ સાથે 96 ટકા વરસાદ નોંધાયો હતો, 2022માં 104 ટકા વરસાદ થવાની શક્યતાઓ


ગુજરાતમાં 2021માં 32 ઈંચ સાથે 96 ટકા વરસાદ નોંધાયો હતો, 2022માં 104 ટકા વરસાદ થવાની શક્યતાઓ









ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસાના પ્રારંભને પગલે ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની મીટિંગ યોજાઈ હતી, જેમાં આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. એ ઉપરાંત રાજ્યમાં સમગ્ર ચોમાસા દરમિયાન 96થી 104 ટકા વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. 2021માં 32 ઈંચ સાથે 96.70 ટકા વરસાદ નોંધાયો હતો. એની સરખમાણીએ આ વખતે 104 ટકા વરસાદ થાય એવું અનુમાન છે.


5 દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી


હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૃચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં 14 જૂન સુધી અંદાજે 14.45 મિમી વરસાદ થયો છે, જે છેલ્લાં 30 વર્ષની રાજ્યની સરેરાશ 850 મિમી.ની સરખામણીએ 1.70 ટકા છે.


હાલમાં રાજ્યમાં બે જળાશય વોર્નિંગ પર છે


ગાંધીનગરમાં વેધરવોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓની સાથે કૃષિ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે ચાલુ વર્ષે 13 જૂન સુધીમાં અંદાજિત 2,53,029 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 2,18,554 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 2.93 ટકા વધુ વાવેતર થયું છે. સિંચાઇ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે 'સરદાર સરોવર જળાશયમાં 154915 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 46.37 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,94,954 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 34.93 ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશય વોર્નિંગ પર છે.


ગુરુ-શુક્રવારે અમદાવાદમાં થંડરસ્ટોર્મની આગાહી


ઉત્તર અરબી સમુદ્ર અને એને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં 16-17 જૂને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. વિશેષ કરીને અમદાવાદમાં થંડરસ્ટોર્મની શક્યતા પણ છે. શહેરમાં હજુ વાતાવરણ વાદળછાયું રહેશે. બુધવારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં આગામી 4 - 5 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.






















0 Response to "ગુજરાતમાં 2021માં 32 ઈંચ સાથે 96 ટકા વરસાદ નોંધાયો હતો, 2022માં 104 ટકા વરસાદ થવાની શક્યતાઓ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel