-->
રાજકોટમાં રથયાત્રાની તૈયારી ઇસ્કોન મંદિર 1 જુલાઈએ વાજતેગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજશે

રાજકોટમાં રથયાત્રાની તૈયારી ઇસ્કોન મંદિર 1 જુલાઈએ વાજતેગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજશે

 

રાજકોટમાં રથયાત્રાની તૈયારી ઇસ્કોન મંદિર 1 જુલાઈએ વાજતેગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજશે






આ વર્ષે 1 જુલાઈએ અષાઢીબીજ આવે છે. ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે શહેરને બદલે માત્ર મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવામાં આવી હતી. આ વર્ષે કોરોના મહામારીમાંથી રાહત મળી છે એટલે ઇસ્કોન મંદિર દ્વારા ફરીથી શહેરભરમાં આ વર્ષે 19મી રથયાત્રા વાજતેગાજતે કાઢવામાં આવશે.


ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવ સેવાદાસજી જણાવે છે કે, આ વર્ષે 1 જુલાઈના ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા બપોરે 4 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતેથી શરૂ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક થઇ કાલાવડ રોડ, એજી ચોક, સરિતા વિહાર, કટારિયા સર્કલ થઇ ઇસ્કોન મંદિરે આવશે. રાત્રે 8 વાગ્યે રથયાત્રાના સમાપન બાદ સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદનું આયોજન કરાયું છે.


રથયાત્રા પહેલા ભગવાનના મંદિરની સાફ સફાઈ કે જેને ગુંડિચા માર્જન કહેવામાં આવે છે તેનું પણ વિશેષ મહત્ત્વ છે. ભગવાન રાધાકૃષ્ણના સંયુક્ત અવતાર ચૈતન્ય મહાપ્રભુજીએ રથયાત્રાના આગલા દિવસે જગન્નાથપુરી મંદિરમાં તેમના પાર્ષદો સાથે સફાઈ કરી હતી ત્યારે તેમને કહ્યું હતું કે, જેના દ્વારા સફાઈ કરાયેલી ધૂળનો ઢગલો જેટલો વધુ હશે તેટલા પ્રમાણમાં તેના મનમાંથી ભૌતિક મલિનતાનો નાશ થશે. આમ, ગુંડિચા માર્જનના દિવસે મંદિરની સાફસફાઈનું વિશેષ મહત્ત્વ છે.


આ વર્ષે 30 જૂનના રોજ ગુંડિચા માર્જન છે અને સાંજે 4:30 વાગે મંદિરમાં ગુંડિચા માર્જન કરવામાં આવશે. રાજકોટની ધર્મપ્રેમી અને ઉત્સવપ્રેમી જનતાને રથયાત્રા અને રથયાત્રાના દિવસે સાંજે ભંડારા પ્રસાદનો લાભ લેવા જણાવાયું છે.


બપોરે 4 વાગ્યે કોટેચા ચોક ખાતેથી પ્રસ્થાન કરશે


રથયાત્રા બપોરે 4 કલાકે કોટેચા ચોક ખાતેથી શરૂ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક થઇ કાલાવડ રોડ, એજી ચોક, સરિતા વિહાર, કટારિયા સર્કલ થઇ ઇસ્કોન મંદિરે આવશે. રાત્રે 8 વાગ્યે મંદિરે ભંડારા પ્રસાદનું આયોજન કરાયું છે.

0 Response to "રાજકોટમાં રથયાત્રાની તૈયારી ઇસ્કોન મંદિર 1 જુલાઈએ વાજતેગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel