-->
પૂરજોશમાં રથયાત્રાની થઈ રહી છે તૈયારી, પોલીસે તૈયાર કર્યો સ્પેશિયલ એક્શન પ્લાન: ગુનેગારો પોલીસની આંખથી નહીં બચી શકે

કોરોનાના કારણે બે વર્ષ પછી અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રાની તૈયારીઓ પુર જોશમાં શરૂ થઈ ગઈ છે. 1 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સરપ્રાઈઝ ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું. કોમ્બિંગમાં પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

રથયાત્રાને લઈ કોઈ ગુનાહિત ઘટના ન ઘટે તે માટે પોલીસ કમિશનર સહિત પોલીસના કાફલાએ રથયાત્રાના રૂટ પર ફૂટ માર્ચ અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. રથયાત્રા સુખદ રહે અને કોઈપણ પ્રકારના સુલેહ શાંતિ ભંગ વિના જનતા ઐતિહાસીક રથયાત્રાનો લાભ લઇ શકે તે બાબતની તૈયારીઓ શહેર પોલીસ કમિશનર અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ કોમ્બિંગની ખાસિયત એ હતી કે દરેક પીઆઈ રથયાત્રાના રૂટ પર આવતા તેમના વિસ્તારની ગલી-મહોલ્લાની તાસીર, જે-તે વિસ્તારના ગુનેગારો-હિસ્ટ્રીશીટરો વિશે પોલીસ ટીમ અને ઉપરી અધિકારીઓને માહિતી આપશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી રથયાત્રા અમદાવાદમાં નિકળી નહતી. તેને જોતા આ વખતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે.

0 Response to "પૂરજોશમાં રથયાત્રાની થઈ રહી છે તૈયારી, પોલીસે તૈયાર કર્યો સ્પેશિયલ એક્શન પ્લાન: ગુનેગારો પોલીસની આંખથી નહીં બચી શકે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel