-->
ભરૂચવાસીઓ માટે વિકેન્ડની મજા માણવા શહેરમાં સૌપ્રથમ વાર "ફૂડ ફેસ્ટીવલ"નું આયોજન

ભરૂચવાસીઓ માટે વિકેન્ડની મજા માણવા શહેરમાં સૌપ્રથમ વાર "ફૂડ ફેસ્ટીવલ"નું આયોજન

ભરૂચવાસીઓ માટે વિકેન્ડની મજા માણવા શહેરમાં સૌપ્રથમ વાર "ફૂડ ફેસ્ટીવલ"નું આયોજન




રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરમાં પ્રથમવાર ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે


ભરૂચ શહેર ખાતે આગામી તા.4 અને 5મી જૂનના રોજ SVMIT કોલેજ ખાતે ફૂડ ફેસ્ટીવલના આયોજન સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરમાં પ્રથમવાર ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ ફૂડ ફેસ્ટીવલ તા.4 અને 5મી જૂનના રોજ SVMIT કોલેજના કેમ્પસમાં સવારે 11થી રાત્રે 12 કલાક સુધી યોજાશે.જે અંગે માહિતી આપવા હેતુસર ફૂડ ફેસ્ટીવલના આયોજકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું


આ ફૂડ ફેસ્ટીવલમાં વિવિધ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ્સ, લાઈવ મ્યુઝિક તેમજ વિવિધ સ્પર્ધા બાદ લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડો.વિક્રમ પ્રેમકુમાર, રોટરેક્ટર જીત શાહ સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબના તમામ સભ્યોએ ફૂડ ફેસ્ટિવલમાં ભરૂચ શહેરની જનતાને ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે



0 Response to "ભરૂચવાસીઓ માટે વિકેન્ડની મજા માણવા શહેરમાં સૌપ્રથમ વાર "ફૂડ ફેસ્ટીવલ"નું આયોજન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel