-->
કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય

કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય

 

કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય






કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને સહાય મામલે અગ્રતાક્રમ માટે રાજ્યના ગૃહવિભાગે ઠરાવ પસાર કર્યો છે.


ગુજરાત સરકારે કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને સહાય મામલે અગ્રતાક્રમ માટે મોટો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્યના ગૃહવિભાગે ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ અનુસાર કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને 25 લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. અવસાન પામેલા પોલીસ કર્મચારીના પત્ની અથવા પતિ, વિકલાંગ સંતાન, ત્યારબાદ અન્ય સંતાન અને ત્યારબાદ મૃતકના માતા પિતાને સહાય મળી શકશે. કોઈ પણ જાતની આવક મર્યાદા વગર જુના ઠરાવને ધ્યાને રાખી રાજ્યના ગૃહ વિભાગે સહાય ચુકવવા ઠરાવ કર્યો છે. 


પોલીસ વિભાગના આ કમર્ચારીઓનો સમાવેશ 
રાજ્યના ગૃહવિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ કોરોનાકાળ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયેલા અને મૃત્યુ પામેલા પોલીસદળ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, GRD, ટ્રાફિક બ્રિગેડ, જેલ તંત્રના સુરક્ષા કમર્ચારી અને અધિકારીના અવસાનના કિસ્સામાં તેમન આશ્રિત, પરિવારને 25 લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. 



0 Response to "કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel