એઈમ્સની પરીક્ષામાં સુરત સિવિલ હોસ્પિટલના નવ નર્સિંગ સ્ટાફ ઉત્તીર્ણ
એઈમ્સની પરીક્ષામાં સુરત સિવિલ હોસ્પિટલના નવ નર્સિંગ સ્ટાફ ઉત્તીર્ણ
આરોગ્યક્ષેત્ર માટે ઉચ્ચ અભ્યાસની તકો વધી
આ સિદ્ધિ બદલ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતના યુવક-યુવતીઓ નર્સિંગ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં 50થી વધુ ડિગ્રી નર્સિગ કોલેજો મળી છે. 360 જેટલી નર્સિગ ઈન્સ્ટીટ્યૂટ મળવાથી ગુજરાતના યુવક-યુવતિઓ માટે આરોગ્યક્ષેત્ર માટે ઉચ્ચ અભ્યાસની તકો વધી છે. ઉત્તીર્ણ થયેલા યુવક-યુવતિઓ ગરીબ દર્દીઓની સેવા કરીને ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

0 Response to "એઈમ્સની પરીક્ષામાં સુરત સિવિલ હોસ્પિટલના નવ નર્સિંગ સ્ટાફ ઉત્તીર્ણ"
ટિપ્પણી પોસ્ટ કરો