-->
ગોર્જિયસ ગર્લ ચહેરા પર ના લગાવે આ વસ્તુ, ફાયદો થવાની જગ્યા થશે નુકસાન

ગોર્જિયસ ગર્લ ચહેરા પર ના લગાવે આ વસ્તુ, ફાયદો થવાની જગ્યા થશે નુકસાન


ગોર્જિયસ ગર્લ ચહેરા પર ના લગાવે આ વસ્તુ, ફાયદો થવાની જગ્યા થશે નુકસાન




આજકાલની છોકરીઓ સુંદર અને સારી દેખાવવા માટે તેમના ચહેરા પર ધણા પ્રકારની બ્યુટી ટ્રિટમેન્ટ અજમાવતી હોય છે. તો કેટલીક છોકરીઓ નેચરલ ઉપાયો પણ કરતી હોય છે. ત્યારે જો તમે ચહેરા પર નારિયેળનું તેલ લગાવવો છે. તો તેના ફાયદા તો તમે બધા જાણતા જ હોશો. પરંતુ આજે અમે તેમને તેના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન વિશે જણાવી રહ્યા છીએ.

જાણો કોના માટે નુકસાનકારક છે નારિયેળનું તેલ

મોટા ભાગે ઉનાળાની સિઝનમાં સનબર્ન અને સ્કીન ટેનિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે સ્કીન પર નારિયેળના તેલને લગાવવાની સલાહ આપવામાં આવે છે. જો કે, આ તેલ બધા માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી. મોટાભાગે સ્કીન સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર જે લોકોની સ્કીન ઓયલી છે તેમને નારિયેળનું તેલ લગાવવું જોઇએ નહીં. કેમ કે, તેનથી સ્કીન સોફ્ટ થવાની જગ્યાએ ખરાબ થઈ જશે. આવો જાણીએ નારિયેળના તેલના સાઈડ ઇફેક્ટ્સ શું-શું છે.


જાણો નારિયેળના તેલના શું-શું છે સાઈડ ઇફેક્ટ્સ

- જો ઉનાળાની સિઝનમાં જેમના ચહેરા પર ઘણું તેલ નીકળે છે. તેમને ચહેરા પર નારિયેળનું તેલ લગાવવું જોઇએ નહીં. કેમ કે, તેનાથી ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા ઉદભવે છે અને ચહેરા પર ઘણી ખરાબ અસર જોવા મળે છે.

- તૈલી ત્વચાવાળા લોકોને નારિયેળના તેલથી ફેસ મસાજ કરવો જોઈએ નહીં કેમ કે, તેનાથી સ્કીન ટોન ડલ થઈ જાય છે અને ચમક પણ જઈ શકે છે. એવામાં ચહેરો ખરાબ દેખાવવા લાગે છે.

- નારિયેળનું તેલ લગાવવાથી ચહેરા પર ફેશિયલ હેર ઘણા વધારે ઉગવા લાગે છે અને જો તે વધી જાય તો તેને ચહેરા પરથી હટાવવું મુશ્કેલ થઈ જશે. ખાસ કરીને મહિલાઓને તેનાથી ઘણી મુશ્કેલી પડી શકે છે, એવામાં તેનાથી દૂર રહેવું યોગ્ય છે.

- તૈલી ત્વચાવાળા લોકો જો ચહેરા પર નારિયેળનું તેલ લગાવે છે તો તેના કારણે સ્કીનમાં એલર્જી થઈ શકે છે. તેનાથી ફેસ પર ફોલ્લીઓ આવી શકે છે જેને દૂર કરવામાં ઘણો સમય લાગી શકે છે.


0 Response to "ગોર્જિયસ ગર્લ ચહેરા પર ના લગાવે આ વસ્તુ, ફાયદો થવાની જગ્યા થશે નુકસાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel