-->
ભરૂચની નર્મદા ચોકડી પાસે એસટી બસમાં આગ લાગતા અફરાતફરી, કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ ટળી

ભરૂચની નર્મદા ચોકડી પાસે એસટી બસમાં આગ લાગતા અફરાતફરી, કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ ટળી

ભરૂચની નર્મદા ચોકડી પાસે એસટી બસમાં આગ લાગતા અફરાતફરી, કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ ટળી

એસટી બસના ડ્રાઈવર સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા બચાવ

ભરૂચની નર્મદા ચોકડી પાસે આજે એક એક બસમાં અચાનક આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરી મચી હતી. સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ અટકી હતી. ડ્રાઈવર પણ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો હતો.

ભરૂચની નર્મદા ચોકડી પાસેથી એસટી બસ અંકલેશ્વર ડીઝલ ભરાવવા જઈ રહી હતી. તે સમયે બસમાં અચાનક આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસનો ડ્રાઈવર સમયસૂચકતા વાપરી ઉતરી જતા બચાવ થયો હતો. બસ ડીઝલ ભરાવવા માટે જઈ રહી હોય કોઈ મુસાફર ન હતા જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.

0 Response to "ભરૂચની નર્મદા ચોકડી પાસે એસટી બસમાં આગ લાગતા અફરાતફરી, કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ ટળી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel