લેપ્રસી મેદાનમાં ખુલ્લી જીપમાં બેસીને મોદીએ જનતાનું અભિવાદન ઝીલ્યું, સભા સ્થળે માનવ મહેરામણ ઉમટ્યું
લેપ્રસી મેદાનમાં ખુલ્લી જીપમાં બેસીને મોદીએ જનતાનું અભિવાદન ઝીલ્યું, સભા સ્થળે માનવ મહેરામણ ઉમટ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢથી નીકળીને વડોદરા પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન પહોંચ્યા છે. જ્યાં મોદીએ ખુલ્લી જીપમાં બેસીને જનતાનું અભાવાદન ઝીલ્યું હતું. આ પહેલા મોદીએ ગાડીમાં બેઠા બેઠા રસ્તામાં ઉભેલા લોકોનું પણ અભિવાદન ઝીલ્યું હતું. મોદીનો કાફલો એરપોર્ટ પરથી નીકળ્યા બાદ વરસાદ શરૂ થઇ ગયો હતો.
મોદીએ ખુલ્લી જીપમાં બેસી 1.25 કિમી ફરી અભિવાદન ઝીલ્યું
અભેધ સુરક્ષા કવચ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેલેપ્રસી મેદાનમાં પાંચ જિલ્લાઓમાંથી આવનારા અંદાજીત 5 લાખ લોકોને સંબોધશે. વડાપ્રધાન આ સભામાં 21 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુર્હત કરશે. જે પૂર્વે ડોમમાં જ ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
5 જિલ્લાના લોકો સભા સ્થળે પહોંચ્યા
વડોદરા આજવા રોડ પર લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની આજે આયોજિત જનસભામાં હાજરી આપવા વડોદરા શહેર-જિલ્લા સહિત આસપાસના છોટાઉદેપુર પંચમહાલ દાહોદ જિલ્લા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
મોદીના આગમનને પગલે વડોદરા એરપોર્ટથી લઇ અને લેપ્રસી મેદાન સુધીનો એક તરફનો સંપૂર્ણ રોડ બંધ કરી દેવાયો છે તેમજ સમગ્ર રોડ પર બેરિકેડિંગ કરાયું છે. રોડ શોની મંજૂરી ન હોવાથી રોડની બાજુમાં પણ એરપોર્ટથી અને લેપ્રસી મેદાન સુધી આમ જનતાને ઊભી રહેવા દેવામાં આવતી નથી અને લોકો તેમજ કોઈ રખડતા ઢોર પણ રોડ પર આવી ન જાય તે માટે રોડની સાઈડમાં લાકડાનું બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે તેમજ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેપ્રસી મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે.


0 Response to "લેપ્રસી મેદાનમાં ખુલ્લી જીપમાં બેસીને મોદીએ જનતાનું અભિવાદન ઝીલ્યું, સભા સ્થળે માનવ મહેરામણ ઉમટ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો