સભા માટે સાડી અપાઈ વડોદરામાં છેલ્લી ઘડીએ ફોલ-બીડિંગ વિનાની સાડી અપાતાં મહિલાઓમાં કચવાટ, 2500 સાડીઓ અપાઈ
સભા માટે સાડી અપાઈવડોદરામાં છેલ્લી ઘડીએ ફોલ-બીડિંગ વિનાની સાડી અપાતાં મહિલાઓમાં કચવાટ, 2500 સાડીઓ અપાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં મહિલાઓની સંખ્યા વધે તે માટે વોર્ડ દીઠ સાડીઓ આપવામાં આવી છે. જોકે સાડીઓ ફોલ અને બીડિંગ વિના આપવામાં આવી હોવાથી મહિલાઓ કેવી રીતે સાડી પહેરશે તેવા અનેક સવાલો ઊભા થયા છે. બીજી તરફ સાડી લીધા બાદ પણ મહિલાઓ સભામાં આવે તોની મૂંઝવણ પણ હોદ્દેદારોને સતાવી રહી છે. સાડીઓનું મટિરિયલ પણ હલકી ગુણવત્તાનું હોવાથી નારાજગી જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં 5 લાખની જનમેદની ઊમટી પડશે તેવી ધારણા છે. જેમાં બે લાખ મહિલાઓનો સભા સ્થળે એકત્ર થશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મહિલાઓની સંખ્યાને વધારવા માટે શહેર સંગઠન દ્વારા દરેક વોર્ડ દીઠ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. કાઉન્સિલરોએ પોતાના વિસ્તારની મહિલાઓની આપેલી યાદી મુજબ તેમને 1000થી 2500 સાડીનો જથ્થો આપવામાં આવ્યો છે. જોકે હવે સમસ્યા એ સર્જાઇ રહી હતી કે, સાડીઓમાં ફોલ અને બીડિંગ કરવામાં આવ્યા નથી.
જેના કારણે શનિવારના રોજ વડાપ્રધાનની જાહેર સભામાં મહિલાઓ સાડી કેવી રીતે પહેરીને આવશે ? આ સિવાય મહિલાઓને સાડી આપ્યા બાદ તેઓ શનિવારે સભામાં સાડી પહેર્યા વિના અથવા સભામાં જ નહીં આવે તો શું થશે તેવી મૂંઝવણ હોદ્દેદારો અને કાઉન્સિલરોને હાલમાં સતાવી રહી છે.
આધારભૂત માહિતી મુજબ શહેરના દક્ષિણ વિસ્તારની એક મહિલા કાઉન્સિલર દ્વારા 250 મહિલાઓ સામે 500 સાડીઓની માગ કરતાં સંગઠનના હોદ્દેદારો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. બીજી તરફ મહિલાઓમાં વહેંચવામાં આવનાર સાડીઓનું મટિરિયલ પણ હલકી કક્ષાનું હોવાથી હોદ્દેદારો અને કાઉન્સિલરમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
0 Response to "સભા માટે સાડી અપાઈ વડોદરામાં છેલ્લી ઘડીએ ફોલ-બીડિંગ વિનાની સાડી અપાતાં મહિલાઓમાં કચવાટ, 2500 સાડીઓ અપાઈ"
ટિપ્પણી પોસ્ટ કરો