-->
વડોદરામાં માતાનો સગી દીકરી પર હુમલાનો કેસ:ચોથા દિવસે પુત્રીએ ઇશારાથી કહ્યું, ‘મારે મમ્મી સાથે નથી રહેવું, હું માસી-નાની સાથે રહીશ’

વડોદરામાં માતાનો સગી દીકરી પર હુમલાનો કેસ:ચોથા દિવસે પુત્રીએ ઇશારાથી કહ્યું, ‘મારે મમ્મી સાથે નથી રહેવું, હું માસી-નાની સાથે રહીશ’

 

વડોદરામાં માતાનો સગી દીકરી પર હુમલાનો કેસચોથા દિવસે પુત્રીએ ઇશારાથી કહ્યું, ‘મારે મમ્મી સાથે નથી રહેવું, હું માસી-નાની સાથે રહીશ’









માતાએ 13 વર્ષની દિકરીને ઉપરા છાપરી ચાકૂના 20થી વધુ ઘા ઝીંકતા 4 દિવસ બાદ કંઇક અંશે સ્વસ્થ થયેલી 13 વર્ષની દીકરીએ ઈશારાથી જણાવ્યું હતું કે મારે માતા સાથે નહીં, પરંતુ માસી અને દાદી સાથે રહેવું છે આ ઘટના માટે પોતે નિર્દોષ હોવાનું પણ ઇશારાથી જણાવ્યું હતું. માતા કરેલા હુમાલા બાદ કિશોરી બોલતી બંધ થઇ ગઇ હતી એટલે એક સમયે તો તેની સ્વર પેટીને નૂકશાન થયું હોવાની આશંકા જણાઇ હતી. જો કે, તબિબોએ કિશીરી ખુબ જ ગભરાયેલી હોવાના કારણે બોલી શકતી ન હોવાનું જણાવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.


શહેરના આજવા રોડ ઉપર ઓનલાઇન વ્યવસાય સાથે સંકળાયેલી 39 વર્ષીય મહિલાએ 13 વર્ષની પુત્રી ઉપર ચાકૂથી હુમલો કરી 20થી વધુ ઘા ઝીંકયા હતા. દરમિયાન અાઘાતમાં સરી ગયેલી દીકરી બોલી શકતી ન હતી. ચોથા દિવસે સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પુત્રીએ ઇશારાથી જણાવ્યું હતું કે, હું મારી માતા સાથે રહેવા નથી માગતી, માસી અને દાદી સાથે જ રહેવા માગતી હોવાનું ઇશારાથી જણાવ્યું હતું.દીકરીને રિકવરી આવી રહી હોવાથી શુક્રવારે ઓર્થોપેડિક એક્સ-રે અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબો પાસે ઓપિનિયન લેવા મોકલાઇ હતી દીકરીની સાથે સયાજી હોસ્પિટલના રેસિડન્ટ મહિલા ડોક્ટર પણ સાથે રહ્યા હતા.


ઇજાગ્રસ્ત દીકરીની સાથે તેની માસી પડછાયાની જેમ બે દિવસથી સાથે રહી સારવાર કરાવી રહ્યા છે. તબીબોઅે કહ્યું હતું, કે રિકવરી ઝડપી થઇ રહી છે. સગીરાની સાથે હોસ્પિટલમાં રહેતાં માસીઅે જણાવ્યું હતું કે, આ સંબંધમાં બધાને વિરોધ એટલા માટે છે કે મારી બહેનનો બોયફ્રેન્ડ પણ ફ્રોડ છે, તેની અમને અગાઉ જાણ થઈ હતી. જેથી અમે તેને સંબંધ રાખવાની મનાઈ ફરમાવી હતી, પરંતુ મારી બેન માનતી નથી. જેથી તેને આડખીલી રૂપ દીકરીને ખસેડવા માટે આ ઘટના થયા પછી તેણે વાર્તા ઉપજાવી કાઢી અને તેને દીકરી પણ પ્રેમ સંબંધ રાખી હોવાનું જુઠ્ઠાણું ચલાવી ને બદનામ કરી રહી છે. બહેનનો બોયફ્રેન્ડ વડોદરાનો વતની છે અને હાલ દુબઈમાં છે.


માસીના ઉદગાર, મારી બહેન ઢોંગી છે,ભાણી સાવ નિર્દોષ છે


કિશોરીની માસીએ જણાવ્યું હતું કે મારી ભાણી આ ઘટનામાં સાવ નિર્દોષ છે. તે ખૂબ જ નાની છે અને ભણવામાં હોશિયાર છે .’એ ‘ગ્રેડ લાવે છે. મારી બહેનને બધા ઉપર શંકા કરવાનો સ્વભાવ છે તેને કોઈ માનસિક રોગ નથી. મેં મારી બહેનને આ યુવાન સાથે સંબંધ રાખતા અટકાવી હતી દીકરીને પણ આ સંબંધ માન્ય નહોતો.મારી બહેન આ યુવકને મળવા જતી હતી. હું ઘરમાં હોવાથી દુર્ઘટના અટકી હતી. અમે પરિવારજનોએ હવે સંયુક્ત રીતે દીકરીની જવાબદારી ઉઠાવવાનો અને સાથે રાખવાનો નિર્ણય કર્યો છે.


મારી બહેનનો સ્વભાવ શંકાશીલ છે


મારી બહેનનો સ્વભાવ ખૂબ જ શંકાશીલ છે જે યુવક સાથે તેને મૈત્રી છે તે પણ તેને ઝેરી દવા પીવડાવી મારી નાખશે તેવો વહેમ રાખે છે. મેં મુંબઈ ખાતે લગ્ન કર્યા છે અને ત્યાં રહું છું. હુમલાની જાણ મારી માતાએ કરતા હું વડોદરા અાવી છું, બે દિવસથી મેં પણ ખાધું નથી.


0 Response to "વડોદરામાં માતાનો સગી દીકરી પર હુમલાનો કેસ:ચોથા દિવસે પુત્રીએ ઇશારાથી કહ્યું, ‘મારે મમ્મી સાથે નથી રહેવું, હું માસી-નાની સાથે રહીશ’"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel