રાજકોટમાં 80 ફૂટ રોડ પર ફર્નિચરના ધંધાર્થીએ માતા અને પત્નીના ઝઘડાથી એસિડ પીધું, દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા
રાજકોટમાં 80 ફૂટ રોડ પર ફર્નિચરના ધંધાર્થીએ માતા અને પત્નીના ઝઘડાથી એસિડ પીધું, દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા
રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પરની સુરભી પોસીબલ બીલ્ડીંગના ગ્રાઉન્ડમાં ફર્નિચરના ધંધાર્થી દિવ્યેશ જેઠવાએ ગૃહ કંકાસથી કંટાળી એસિડ ગટગટાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. પોલીસ પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, પત્ની અને માતા ઝઘડાથી કંટાળી દિવ્યેશે એસિડ પી જિંદગી ટૂંકાવી લીધી હતી.
બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં એસિડ પી લેતા લોકો એકઠા થયા
વાવડીના આંગનપાર્ક સિટીમાં રહેતા દિવ્યેશ મનસુખભાઈ જેઠવા (ઉં.વ.32) ગઇકાલે સવારે 10.45 વાગ્યે 80 ફૂટ રોડ પર આવેલી સુરભી પોલીબલ બીલ્ડીંગના ગ્રાઉન્ડમાં એસિડ ગટગટાવી લેતા બેભાન થઇ ઢળી પડ્યો હતો. અહીં લોકો એકઠા થઇ જતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન દિવ્યેશે દમ તોડી દીધો હતો.
મૃતક ચાર ભાઈ અને એક બહેનમાં નાનો હતો
આ બનાવની જાણ થતા તાલુકા પોલીસનો સ્ટાફ સિવિલ હોસ્પીટલે દોડી ગયો હતો અને કાગળો કરી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ફર્નિચરનું કામ કરતો હતો અને તેમના લગ્ન દોઢ વર્ષ પહેલા વિધીબેન નામની યુવતી સાથે થયા હતા. બાદમાં તેની માતા અને પત્નીના ઝઘડાથી કંટાળીને અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતક ચાર ભાઈ અને એક બહેનમાં નાનો હતો.
0 Response to "રાજકોટમાં 80 ફૂટ રોડ પર ફર્નિચરના ધંધાર્થીએ માતા અને પત્નીના ઝઘડાથી એસિડ પીધું, દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા"
ટિપ્પણી પોસ્ટ કરો