મેઘરાજાની પધરામણી ભરૂચ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, 5 તાલુકાઓમાં આજે વરસાદ વરસ્યો
મેઘરાજાની પધરામણીભરૂચ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, 5 તાલુકાઓમાં આજે વરસાદ વરસ્યો
મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી
ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો. સવારે અમી છાંટણા બાદ થોડા થોડા સમયના અંતરે વરસાદ વરસતા વાતાવરણને આહલાદક બનાવ્યું હતું. જે બાદ સવારે 11 કલાકે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. ઉનાળા દરમિયાન 42 ડિગ્રીને પાર કરી ગયેલો તાપમાનનો પારો ગગડતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે વચ્ચે વરસાદ વરસ્યો હતો.
કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ
અંકલેશ્વર પંથકમાં સવારે કેટલાક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. જોકે, માત્ર અમી છાંટણા કરી વરસાદ પલાયન થઈ ગયો હતો. ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. અનેક જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ તેમજ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. જેથી લોકોને ગરમીમાંથી હાલ રાહત મળી છે..

0 Response to "મેઘરાજાની પધરામણી ભરૂચ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, 5 તાલુકાઓમાં આજે વરસાદ વરસ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો