શુક્રનું રાશિ પરિવર્તન બુધ સાથે હોવાથી લક્ષ્મી નારાયણ યોગ બનશે, દેશની આર્થિક સ્થિતિમાં સુધારની આશા અને મોંઘવારી પણ વધશે
શુક્રનું રાશિ પરિવર્તન બુધ સાથે હોવાથી લક્ષ્મી નારાયણ યોગ બનશે, દેશની આર્થિક સ્થિતિમાં સુધારની આશા અને મોંઘવારી પણ વધશે
શુક્ર ગ્રહ, શનિવારે પોતાની જ રાશિ એટલે વૃષભમાં આવી ગયો છે. આ રાશિમાં આ ગ્રહ 13 જુલાઈ સુધી રહેશે. જ્યોતિષમાં શુક્ર, સુખ-સમૃદ્ધિ, ભોગ-વિલાસ, શોક અને ખર્ચ કરાવનાર ગ્રહ માનવામાં આવે છે. ત્યાં જ, બુધને ગણિત, કાનૂન, સંચાર, વાણિજ્ય, ત્વચા, દવા, લેખન, તર્ક શાસ્ત્ર વગેરેનો કારક માનવામાં આવે છે.
બુધની સૂર્ય અને શુક્ર સાથે મિત્રતા છે. સૂર્ય ગ્રહ પહેલાં જ 15 જૂનના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયો છે. જે બુધની જ રાશિ છે. ત્યાં જ, શુક્ર વર્તમાનમાં વૃષભ રાશિમાં જ છે. એવામાં બુધ અને શુક્રની યુતિ શેરબજાર અને અન્ય વેપાર સાથે જોડાયેલાં લોકો માટે સારા પરિણામ લાવી શકે છે. બુધને વાણીનો પણ કારક ગ્રહ માનવામાં આવે છે.
શુક્ર અને બુધ આર્થિક ફેરફારના કારક છે
શુક્રને જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ઝરી લાઇફ અને મનોરંજનનો કારક માનવામાં આવે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શુક્ર જ્યારે-જ્યારે રાશિ બદલે છે. ત્યારે-ત્યારે મોટા આર્થિક ફેરફાર થાય છે. હાલ થતા શુક્રના રાશિ પરિવર્તનથી વેપાર, સામાજિક દૃષ્ટિકોણ વગેરેમાં વૃદ્ધિનો કારક હશે.
જ્યારે શુક્ર અને બુધ એકસાથે આવે છે, ત્યારે લક્ષ્મી નારાયણ યોગ પણ બને છે. આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે કુંડળીમાં આવો યોગ બને છે. તે વ્ય્તિ અચાનક ધનવાન થઈ જાય છે. આવા વ્યક્તિ પોતાની પ્રતિભા, કળા અને જ્ઞાનથી ધન અને માન-સન્માન પ્રાપ્ત કરે છે. લક્ષ્મી નારાયણ યોગ વ્યક્તિના વૈભવમાં વૃદ્ધિ કરે છે.
કામકાજમાં તેજી આવવાના યોગ
ડો. મિશ્ર જણાવે છે કે શુક્રના રાશિ પરિવર્તનની અસર બધા રાશિઓ ઉપર પડશે. ઘણાં લોકોની આવક વધી શકે છે. રૂપિયાની આવક વધશે. વેપારની ગતિવિધિઓમાં સુધાર થશે. કામકાજમાં તેજી આવશે અને લોકોની બુદ્ધિના કારણે ફાયદો પણ મળશે.
રાજનીતિમાં બુદ્ધિમાન લોકોનું વર્ચસ્વ વધશે. સરકારી નોકરી કરનાર લોકોને ફાયદો થઈ શકે છે. ધૈર્ય અને સંયમમાં વૃદ્ધિ થશે. રોજગારની તક વધશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. બુધનો સૌથી વધારે પ્રભાવ બિઝનેસ ઉપર પડે છે. શુક્ર સાથે બુધ હોવાથી બિઝનેસમાં મંદી દૂર થશે. ફાયદો વધવા લાગે છે. બિઝનેસમાં ઉન્નતિ થવાના યોગ છે.
0 Response to "શુક્રનું રાશિ પરિવર્તન બુધ સાથે હોવાથી લક્ષ્મી નારાયણ યોગ બનશે, દેશની આર્થિક સ્થિતિમાં સુધારની આશા અને મોંઘવારી પણ વધશે"
ટિપ્પણી પોસ્ટ કરો