સુંદરતા વધારતી ફળ-શાકની છાલ
સુંદરતા વધારતી ફળ-શાકની છાલ
કેરીની છાલ
કેરી સ્વાદિષ્ટ હોવાની સાથેસાથે ગુણોથી ભરપુર છે. કેરીની છાલને નકામી ગણી ફેંકી ન દેતાં તેનો ઉપયોગ સુંદરતા વધારવા માટે થાય છે. કેરીની છાલને સ્ક્રબ તરીકે અથવા તો ફેસ પેક તરીકે ઉપયોગમાં લેવાથી વિના મેકઅપે ત્વચા ચળકતી થાય છે.
કેરીની છાલ, એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. જે ફ્રીરેડિરલ્સ થી થતા નુકસાનને ઓછું કરવામાં મદદ કરે છે. સાથેસાથે તેનેએજિંગ સાઇનને પણ ધીમી કરે છે.
ચહેરા પરના રોમછિદ્રોને બંધ કરે છે
કેરી સમાર્યા પછી તેની છાલને ફ્રિજમાં રાખી દેવા. એક કલાક પછી આ છાલથી ચહેરાનો મસાજ કરવો. આમ કરવાથી ત્વચા રિલેક્સ થવાની સાથેસાથે પોર્સને બંધ કરવામાં મદદ કરે છે. તેમજ ખીલની સમસ્યાથી પણ રાહત આપે છે. કેરીની છાલને ચહેરા પર રગડીને મસાજ કરવાથી પણ ત્વચા ચમકીલી બને છે.
ટેનિંગ દૂર કરવા માટે ફેસપેક
ઉનાળામાં ટેનિંગથી ત્વચા કાળી પડવાની સમસ્યા સામાન્ય છે. કેરીની છાલને વાટી લેવી અને એતમાં એક ચમચો દહીં ભેળવી દેવું. પેસ્ટ ઘટ્ટ રાખવી. ચહેરા પર નિયમિત દસ દિવસ સુધી ૧૫ મિનીટ લગાડવાથી ટેનિંગની તકલીફ દૂર થાય છે.
ડાઘ-ધાબાને દૂર કરીને ત્વચાને ચમકીલી કરે છે
ત્વચા પરના ડાઘા દૂર કરવા માટે મહિલાઓ વિવિધ બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ કેરીની સીઝનમાં કેરીની છાલનો ફાયદો ઉઠાવી લેવો જોઇએ. કેરીની છાલ પર મધ લગાડી ચહેરા પર રગડવું અને પાંચ મિનીટ સુધી રહેવા દઇ ચહેરો પાણીથી ધોઇ નાખવો.એક અઠવાડિયા સુધી સ્નાન પહેલા કરવાથી ફાયદો જોવા મળશે.
કેરીની છાલનો સ્ક્રબ
કેરીની છાલને વાટી તેમાં કોફી પાવડર ભેળવી સ્ક્રબ તૈયાર કરવું.ત્વચા રૂક્ષ હોય તો કોપરેલના થોડા ટીપાં આ મિશ્રણમાં ઉમેરી શકાય. આ સ્ક્રબનો ઉપયોગ કરવાના દિવસે શક્ય હોય તો ત્વચા પર સાબુ અથવા ક્લિન્જર લગાડવું નહીં.
ખીરા (કાકડી)ની છાલ
ખીરાની છાલમાં ફાઇબર પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને સિલિકા જેવા મિનરલ્સ હોય છે. સિલિકા ઘટક સ્નાયુ અને હાડકાને મજબૂત રાખે છે. તેમજ ખીરાની છાલ ત્વચાને હાઇડ્રેટ કરે છે. તેના ઉપયોગથી ત્વચાનો વાન નિખરે છે અને આંખ પાસેના કાળા કુંડાળા દૂર થાય છે.
ત્વચાની ટેનિંગદૂર કરે છે
ખીરા ત્વચાને આંતરિક રીતે પુનજરજીવિત કરવામાં મદદ કરે છે. ખીરાની છાલ નિયમિત ત્વચા પરલગાડવાથી વધતી વયના નિશાનો દૂર કરવામાં મદદ મળે છે. તે ડાર્ક સર્કલ્સ, ઓપન પોર્સ, ડાઘ-ધાબા વગેરેને દૂર કરવા માટે ઉપયોગી છે.
ખીરાની છાલમાં બ્લિચીંગના હળવા ગુણ સમાયેલા છે. જે ત્વાચને ટેનિંગથી છુટકારો અપાવે છે. ખીરાના કુલિંગ ગુણોને કારણે તે ત્વચાને તાજગીસભર રાખે છે.
બટાકાની છાલના ગુણ
પફી આંખથી રાહત પામવા માટે બટાકાની છાલનો ઉપયોગ કરવો. આ ઉપરાંત ત્વચા પરના ડાઘા, આંખની આસપાસના કાળા કુંડાળા, ત્વચા પરનું વધારાનું તેલને શોષવા અને ખીલ તેમજ બ્લેકહેડ્સ-વ્હાઇટહેડ્સને દૂર કરવામાં ઉપયોગ કરી શકાય છે. બટાકાની છાલને ઉપયોગમાં લેતા પહેલા થોડી વાર માટે ફ્રિજમાં મુકી દેવી. ઓછામાં ઓછી ૩૦ મિનીટ મુકવી. ત્યાર પછી પફી આંખથી રાહત પામવા માચે છાલને આંખ પર રાખવી, હળવી ગરમ થઇ જાય પછી તેને આંખ પરથી દૂર કરવી.
ચહેરા પરની હળવી ઝાંય, ત્વચા પરવૃદ્ધાવસ્થાની દેખાતી અસર, તેમજ હાઇપર પિગ્મેન્ટેશનનને દૂર કરવામાં મદદ કરે છે. બટાકાની છાલના અંદરના હિસ્સાને ત્વચા પર જ્યાં સમસ્યા હોય તેના પર રહડવું. ૧૫-૨૦ મિનીટ પર ત્વચા પર છોડી દેવી. પછીથી ત્વચા સ્વચ્છ કરી લેવી.
વાળને ચમકીલા કરવા માટે બટાકાની છાલ ઉપયોગી છે. બટાકાની છાલને બ્લેન્ડ કરી તેનો રસ કાઢી સ્કેલ્પ પર લગાડવો અને પાંચમ નિીટ સુધી મસાજ કરવો અને ૧૫ મિનીટ રહેવા દીધા પછી વાળ ધોઇ નાખવા.
0 Response to "સુંદરતા વધારતી ફળ-શાકની છાલ"
ટિપ્પણી પોસ્ટ કરો