જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વચ્ચે અમિત શાહની હાઇ લેવલ બેઠક શરૂ
જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વચ્ચે અમિત શાહની હાઇ લેવલ બેઠક શરૂ
તાજેતરમાં જ જોવા મળ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ સામાન્ય જનતા અને સરકારી કર્મચારીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ગુરૂવારે ઘાટીમાં આતંકવાદીઓએ બે ઘટનાને અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ બડગામ જીલ્લામાં બે મજૂરોને ગોળી મારી હત્યા કરી દીધી હતી.
જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે દિલ્હીમાં હાઇ લેવલ બેઠક થઇ રહી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં થઇ રહેલી આ બેઠકમાં જમ્મૂ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા, એનએસએ અજીત ડોભાલ, સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ડીજી સીઆરપીએફ કુલદીપ સિંહ, સીમા સુરક્ષા બળના પ્રમુખ પંકજ સિંહ, જમ્મૂ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ સહિત અન્ય પ્રમુખ્ય અધિકારીઓ હાજર છે.
તાજેતરમાં જ જોવા મળ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ સામાન્ય જનતા અને સરકારી કર્મચારીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ગુરૂવારે ઘાટીમાં આતંકવાદીઓએ બે ઘટનાને અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ બડગામ જીલ્લામાં બે મજૂરોને ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ હુમલામાં એક મજૂરનું મોત નિપજ્યું હતું. આ પહેલાં આતંકવાદીઓએ એક બેંક કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે મધ્ય કાશ્મીર જિલ્લાના ચડૂરા વિસ્તારમાં સ્થિત ઇંટ ભટ્ટામાં કામ કરી રહેલા પર પ્રાંતીય મજૂરો પર ગોળીઓ ચલાવવામાં આવી. તેમણે કહ્યું કે આ ઘટના લગભગ રાત્રે 9:10 વાગે થઇ હતી.
0 Response to "જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વચ્ચે અમિત શાહની હાઇ લેવલ બેઠક શરૂ"
ટિપ્પણી પોસ્ટ કરો