કામના સમાચાર બરફવાળું પાણી પીવાથી ઠંડક તો થાય છે પરંતુ અનેક તકલીફનો કરવો પડે છે સામનો
કામના સમાચાર બરફવાળું પાણી પીવાથી ઠંડક તો થાય છે પરંતુ અનેક તકલીફનો કરવો પડે છે સામનો
ઉનાળાની કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો ઠંડા પીણાંનો સહારો લેતા હોય છે. દેશનાં ઘણાં શહેરમાં આજે પણ તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે. ઉનાળામાં જો કોઈ સમસ્યા હોય તો તે છે વારંવાર તરસ લાગવાની. ઉનાળામાં ઘરની બહાર નીકળતા તરસ લાગવાને કારણે રસ્તા પરની લારીઓમાંથી શેરડીનો રસ, જ્યુસ જેવા પીણાં પી લેતા હોય છે. આ બાદ તડકામાંથી ઘરે આવીને ફરી બરફવાળું પાણી પીએ છીએ. તો સાંજના સમયે પણ બરફ ગોળા કે પછી કોલ્ડડ્રિંક્સમાં પણ બરફ હોય છે. આખો દિવસ દરમિયાન તરસ છીપાવવા માટે આપણે બરફવાળું પાણી કે પછી જે પીણાં પીએ છીએ તેની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
આજે કામના સમાચારમાં જાણીએ બરફવાળું પાણી પીવાથી શું નુકસાન થાય છે? આઈસ-ટી, કોલ્ડ કોફીમાં મિક્સ કરવામાં આવેલો બરફ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
બરફવાળું પાણી, જ્યુસ અથવા કોલ્ડડ્રિંક્સ પીવાથી શું નુકસાન થાય છે?
જયારે આપણે બહાર જઈને તડકામાં ઘરે આવીએ ત્યારે તુરંત જ તરસ છીપાવવા માટે બરફવાળું પાણી પીએ છીએ, ત્યારે આ પાણી શરીરના તાપમાન સાથે મેચ નથી થતું, જેના કારણે શરીરના તાપમાન પર સીધી અસર પડે છે. આ પાણીથી આપણે બીમાર થઈએ છીએ. તો બજારના પીણામાં મિક્સ કરવામાં આવેલો બરફ ગંદા પાણીમાંથી બનેલો હોય છે, જેનાથી આપણે અનેક બીમારીનો શિકાર બનીએ છીએ.
બરફવાળું પાણી ક્યા સમયે ન પીવું જોઈએ?
બરફવાળું પાણી પીવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જ જોઈએ. બરફવાળું પાણી તમને બીમાર કરી શકે છે.
બોડી હાઈડ્રેટ નથી રહેતું
બરફનું પાણી શરીરને હાઇડ્રેટ નથી કરતું. જમ્યા બાદ તુરંત જ બરફવાળું પાણી પીવાથી બચવું જોઈએ, બરફવાળા પાણીથી શરીરને નુકસાન થાય છે.
ગળામાં ખારાશ
બરફનું પાણી પીવાથી નાકમાં શ્વસન મ્યુકોસા બને છે, જે શ્વાસ લેવાનું રક્ષણાત્મક સ્તર હોય છે. જ્યારે આ સ્તર જામી જાય છે, ત્યારે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. શ્વાસ નળી સંવેદનશીલ હોય છે જેનાથી ગળામાં ખારાશ આવી જાય છે.
માઈગ્રેન
માઈગ્રેનની બીમારીથી વધુ સમસ્યા થાય છે. જયારે તમે ઠંડું પાણી પીઓ છો ત્યારે તમારી નાકને અને શ્વસનનળીને બ્લોક કરી દે છે. જેનાથી માઇગ્રેનની સમસ્યા વધી જાય છે.
પોષક તત્વોની ઊણપ
સામાન્ય રીતે શરીરનું તાપમાન 37 ડિગ્રી સુધી હોય છે. જ્યારે તમે બરફનું પાણી પીવો છો, ત્યારે શરીરને તાપમાન જાળવી રાખવા માટે ઘણી ઊર્જા ખર્ચવી પડે છે. પોષક તત્ત્વોના પાચન અથવા અવલોકન માટે જે ઊર્જા વપરાય છે તેટલી જ ઊર્જાનો ઉપયોગ બરફના પાણીને પચાવવા માટે થાય છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે.
સ્થૂળતા
દરેક સમયે બરફનું પાણી પીવાથી શરીરમાં રહેલી ચરબી સરળતાથી બર્ન થતી નથી. આ કારણ છે કે ઠંડુ પાણી ચરબીને સખત બનાવે છે. જેના કારણે વજન ઓછું કરવું મુશ્કેલ બની જાય છે.
તરસ ઓછી થાય છે
જ્યારે પાણી ખૂબ ઠંડુ હોય છે, ત્યારે થોડું પાણી જ તમને એવું લાગશે કે તમે ખૂબ પાણી પી લીધું છે. તે તમારી તરસને નિયંત્રિત કરે છે. તેનાથી તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે. ડોક્ટરના મતે, આપણે હંમેશા 20 થી 22 ડિગ્રી તાપમાનનું પાણી પીવું જોઈએ.
ફેકટરીમાં બરફ કેવી રીતે બને છે?
ફેકટરીમાં બરફ બનાવવા માટે આઈસ કેન રાખવામાં આવેલું હોય છે.
આ આઈસ કેનમાં એમોનિયા ગેસ ભરવામાં આવે છે.
ટેન્કમાં ગેસ આવ્યા બાદ તે લિક્વિડ થઇ જાય છે.
કૂલિંગ કોઇલની મદદથી ગેસ વરાળમાં ફેરવાય છે.
ટાંકીમાં 30% સુધી મીઠું પહેલેથી જ હોય છે.
ટાંકીમાં ભેજનું તાપમાન 15 F સુધી લાવવામાં આવે છે.
હવે છેલ્લે તેમાં પાણી ભરવામાં આવે છે.
જ્યારે પાણીની હાઈ ફ્રિજિંગ ક્ષમતા 30 F થાય ત્યારે તે બરફ બની જાય છે.
બરફ બનવામાં લગભગ 18 કલાક લાગે છે.
જે જગ્યા પર પાણીની સમસ્યા હોય તે જગ્યા પર બરફ બનાવવા માટે ગંદા પાણી અને કેમીકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે પેટ સંબંધી બીમારીઓ થઇ શકે છે. ફૂડ રેગ્યુલેટર ઓથોરિટીની એક રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે, ખાવા-પીવાની વસ્તુઓને ઠંડું રાખનાર બરફ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

0 Response to "કામના સમાચાર બરફવાળું પાણી પીવાથી ઠંડક તો થાય છે પરંતુ અનેક તકલીફનો કરવો પડે છે સામનો"
ટિપ્પણી પોસ્ટ કરો