-->
સુરતમાં હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા યુવકને બદલો લેવાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

સુરતમાં હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા યુવકને બદલો લેવાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

 

સુરતમાં હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા યુવકને બદલો લેવાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો










સુરતના લિંબાયત વિસ્તારમાં મોડીરાત્રે હત્યાનો બદલો હત્યાથી લેવામાં આવ્યો હોવાનો ઘાટ સર્જાયો હતો. લિંબાયતના મન્સૂરી હોલ પાસે સલમાન ઉર્ફે મુગ્રીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સલમાન 2018માં એક હત્યા કેસમાં આરોપી હોવાથી જેલમાં હતો. જોકે જામીન પર છૂટ્યા બાદ તેની ગુરૂવારે રાત્રે કરપીણ હત્યા કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


હત્યાનો બદલો લેવાયો

મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત સ્થિત મન્સૂરી હોલ પાસે સલમાન ઉર્ફે મુર્ગીની હત્યા કરવામાં આવી હતી. રાત્રીના સમયે બનેલી હત્યાની ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી છે. મૃતક સલામન તથા તેના મિત્રોએ ભેગા મળીને અગાઉ 2018માં લિંબાયત ખાતે રહેતા ગુફરાન મન્સૂરી નામના છોકરાની હત્યા કરી હતી. તે ગુનામાં સલામન જામીન પર છૂટ્યો હતો. જો કે ગુફરાન મન્સૂરીની હત્યાનો બદલો લેવા માટે તેના ખાસ મિત્ર જુનેદ નામના ઇસમેં સલામનને તિક્ષણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.


તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા

મૃતક સલમાનને માથાના પાછળના ભાગે, બન્ને હાથના, ખભાના પાછળના ભાગે અને છાના વચ્ચેના ભાગે ચપ્પુના ઘા મરાતા તે લોહી લુહાણ થઇ ગયો હતો. તેને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. રાત્રીના સમયે લીંબાયતમાં બનેલી હત્યાની ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. રાત્રીના સમયે હત્યાનો બનાવ બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. આ મામલે મૃતક સલમાનના પિતાની ફરિયાદ લઈ લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

0 Response to "સુરતમાં હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા યુવકને બદલો લેવાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel