સુરતમાં નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલ બાદ પેટ્રોલ પણ ખતમ થતાં સંપૂર્ણ બંધ, અન્ય પેટ્રોલ પંપો રાબેતા મુજબ ચાલુ
સુરતમાં નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલ બાદ પેટ્રોલ પણ ખતમ થતાં સંપૂર્ણ બંધ, અન્ય પેટ્રોલ પંપો રાબેતા મુજબ ચાલુ
- પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂર્ણ થઇ જશે એ પ્રકારની વાતોની કોઈ અસર સુરતના પેટ્રોલ પંપો પર દેખાઈ રહી નથી
સુરતમાં નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલનું વેચાણ લગભગ બંધ થઈ ગયું છે ત્યારે અન્ય પેટ્રોલ પંપ પર આ જ પ્રકારની સ્થિતિ ઊભી થાય એવી વાતો વહેતી થઇ હતી. જોકે, સુરતમાં અન્ય પેટ્રોલ પંપ પર દ્રશ્યો સામાન્ય દેખાયા હતા. સુરતના પેટ્રોલ પંપના સંચાલકો પણ કહી રહ્યા છે કે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે ત્યાં જરૂરિયાત મુજબનો પેટ્રોલ-ડીઝલનો પુરવઠો છે.
પેટ્રોલ પંપ પર તપાસ
છેલ્લા થોડા દિવસોથી જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગે અનેક વાતો સામે આવી રહી છે. વિશેષ કરીને નાયરા કંપનીના સુરતના પેટ્રોલ પંપ બંધ થઈ ગયા બાદ લોકોને એવી દહેશત છે કે અન્ય પેટ્રોલ પંપ ઉપર પણ હવે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરો થઈ શકે છે. જેને કારણે રાજ્યના શહેરોમાં પણ લોકો પેટ્રોલ ભરાવવા માટે મોટી સંખ્યામાં ઉપર જતા પણ દેખાયા હતા.
સુરતમાં સ્થિતિ ખૂબ જ નિયંત્રણ હેઠળ
સુરત શહેરની અંદર સ્થિતિ ખૂબ જ નિયંત્રણ હેઠળ છે અને પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પૂર્ણ થઇ જશે એ પ્રકારની વાતોની કોઈ અસર સુરત શહેરના પેટ્રોલ પંપો પર દેખાઈ રહી નથી. લોકો રાબેતા મુજબ રોજની જે પ્રકારે પેટ્રોલ પંપ ઉપર હોય છે એ પ્રકારના જ દ્રશ્યો આજે પણ જોવા મળ્યા હતા. કોઈપણ પ્રકારનું પેનિક સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો નથી. જોકે, માત્ર નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર ડીઝલ બાદ પેટ્રોલ ખતમ થઈ જતા સંપૂર્ણ બંધ થઈ ગયા છે.
કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથીઃ પેટ્રોલ પંપ સંચાલકો
સુરતના પેટ્રોલ પંપના સંચાલકો પણ કહી રહ્યા છે કે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે ત્યાં જરૂરિયાત મુજબનો પેટ્રોલ-ડીઝલનો પુરવઠો છે. હાલ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી અને ખોટી રીતે પેટ્રોલ પંપ ઉપર લાઈ લગાડવી યોગ્ય નથી. ઘણી વખત લોકો અફવામાં આવી જતા હોય છે અને ખોટી રીતે સંગ્રહ કરવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ ઇન્ડિયન ઓઇલ દ્વારા શહેરના લગભગ તમામ પેટ્રોલ પંપો પર પુરતા પ્રમાણમાં ડીઝલ અને પેટ્રોલ મોકલવામાં આવી રહ્યું છે.

0 Response to "સુરતમાં નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલ બાદ પેટ્રોલ પણ ખતમ થતાં સંપૂર્ણ બંધ, અન્ય પેટ્રોલ પંપો રાબેતા મુજબ ચાલુ"
ટિપ્પણી પોસ્ટ કરો