વિશાલ દદલાણીએ મુસ્લિમોની તરફદારી કરીને કહ્યું, 'દેશના રાજકારણ પર શરમ આવે છે', યુઝર્સનો સવાલ- તું PM છે?
વિશાલ દદલાણીએ મુસ્લિમોની તરફદારી કરીને કહ્યું, 'દેશના રાજકારણ પર શરમ આવે છે', યુઝર્સનો સવાલ- તું PM છે?
દેશમાં નૂપુર શર્માના પયંગબર પર વિવાદિત નિવેદનને કારણે દેશભરમાં હોબાળો મચ્યો છે. કેટલાંકે નૂપુરનો સપોર્ટ કર્યો છે તો કેટલાંકે વિરોધ કર્યો છે અને કડક કાર્યવાહીની માગણી કરી છે. આ દરમિયાન સિંગર તથા મ્યૂઝિક કમ્પોઝર વિશાલ દદલાનીએ મુસ્લિમો અંગે સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પર વિશાલને ટ્રોલ પણ કરવામાં આવ્યો છે.
શું કહ્યું વિશાલે?
વિશાલે કહ્યું હતું, 'હું તમામ ભારતીયોને કહેવા માગું છું કે મને ભારતના ગંદા રાજકારણ માટે ખેદ છે. જ્યાં સુધી આપણે એકલા નહીં પડીએ ત્યાં સુધી આ આપણે નાના-નાના હિસ્સામાં વહેંચી નાખશે. આ બધું જ અંગત ફાયદા માટે કરવામાં આવી રહ્યું છે. લોકો માટે નહીં, તેને જીતવા ના દો.'
અન્ય એક પોસ્ટમાં વિશાલે કહ્યું હતું, 'હું ભારતીય મુસ્લિમોને ભારતીય હિંદુઓ તરફથી કહેવા માગું છું. તમને સાંભળવા તથા જોવામાં આવે છે, પ્રેમ કરવામાં આવે છે, વખાણ કરવામાં આવે છે. તમારું દુઃખ એ અમારું દુઃખ છે. તમારી દેશભક્તિ પર કોઈ સવાલ નથી. તમારી ઓળખ ભારત કે અન્ય કોઈ ધર્મ માટે જોખમ નથી. આપણે એક રાષ્ટ્ર, એક પરિવાર છીએ.'
સો.મીડિયામાં ટ્રોલ
વિશાલની આ સો.મીડિયા પોસ્ટ પર સિંગર-મ્યૂઝિક કમ્પોઝરને ટ્રોલ કરવામાં આવ્યો હતો. એક યુઝરે કહ્યું હતું, 'વિશાલ તું આ દેશનો વડાપ્રધાન છે કે અમારા તમામ તરફથી વાત રજૂ કરે છે.' અન્ય એકે કહ્યું હતું, 'હિંમત હોય તો મહારાષ્ટ્ર સરકાર, બોલિવૂડ ખાન માફિયા, કરન જોહર ગેંગ વિરુદ્ધ પોસ્ટ કરીને બતાવ. ખબર પડશે કે સ્વતંત્રતાની કિંમત શું હોય છે.' અન્ય એકે કહ્યું હતું કે તું બહું પક્ષ લે છે, ફંડ આપ્યું છે કે શું? ત્રીજા એક એમ કહ્યું હતું કે મગજ તો ખાલી તને જ આપ્યું છે ને.'
આ વર્ષની શરૂઆતમાં પિતાનું અવસાન
સિંગર તથા મ્યૂઝિક કમ્પોઝર વિશાલ દદલાણીના પિતા મોતી દદલાણીનું 79 વર્ષની ઉંમરમાં આઠ જાન્યુઆરીએ અવસાન થયું હતું. વિશાલે પિતાના અવસાનના અઠવાડિયા બાદ પરિવાર સાથે મળીને 15 જાન્યુઆરી, શનિવારે અંતિમ સંસ્કાર કર્યા હતા. પિતાના અવસાનના એક દિવસ પહેલાં જ વિશાલને કોરોના થયો હતો અને તેથી જ સાત દિવસ બાદ અંતિમ સંસ્કાર કર્યા હતા.
0 Response to "વિશાલ દદલાણીએ મુસ્લિમોની તરફદારી કરીને કહ્યું, 'દેશના રાજકારણ પર શરમ આવે છે', યુઝર્સનો સવાલ- તું PM છે?"
ટિપ્પણી પોસ્ટ કરો