વિવાદને લઇને વિરોધ સુરત બાદ વડોદરામાં નુપૂર શર્મા સામે રોષ, રસ્તા પર પોસ્ટર લગાવીને ધરપકડની માંગ
વિવાદને લઇને વિરોધ સુરત બાદ વડોદરામાં નુપૂર શર્મા સામે રોષ, રસ્તા પર પોસ્ટર લગાવીને ધરપકડની માંગ
મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ હવે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે. અજાણ્યા શખસોએ વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર નૂપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડના પોસ્ટર ચોંટાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સુરતના જીવાણી બ્રિજ પર આવા પોસ્ટર લાગ્યા હતા.
પોલીસ તપાસ થશે કે નહી?
જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલી ટીવી શોમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. જે વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં જાહેર માર્ગ પર નૂપુર શર્માને ફોટો સાથેના પોસ્ટર રોડ પર ચોંટાડી તેમાં તેની ધરપકડની માંગણી કરવામાં આવી છે. સાથે જ નવીન જિંદાલના પણ આવા જ પોસ્ટર લગાવાયા છે. આ પોસ્ટર કોણ ચોંટાડી ગયું તે હજુ સુધી જાણી શકાયું નથી. હવે જોવું રહ્યું કે પોલીસ સીસીટીવીની મદદથી આ મામલે તપાસ કરે છે કે નહીં.
સુરતમાં પણ થયો હતો વિરોધ
બે દિવસ પહેલા સુરતના જીલાણી બ્રિજ ઉપર નૂપુર શર્માની ધરપકડ કરવાની માગ સાથે ફોટોવાળા પેમ્ફલેટ લગાડવામાં આવ્યા હતા. જેને લઇને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ હતી.
નૂપુરે પયંગબર સાહેબ વિરૂદ્ધ કરી હતી આપત્તિજનક ટિપ્પણી
એક ન્યૂઝ ડિબેટમાં ભાજપના પ્રવક્તા નૂપુર શર્માએ ઈસ્લામના પયંગબર મોહમ્મદ સાહેબ પર કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેનો મુસ્લિમ સમાજ સતત વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ નુપૂર શર્માએ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે તેમના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું હતું. શર્મા પર મહારાષ્ટ્ર સહિત અને રાજ્યોમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.



0 Response to "વિવાદને લઇને વિરોધ સુરત બાદ વડોદરામાં નુપૂર શર્મા સામે રોષ, રસ્તા પર પોસ્ટર લગાવીને ધરપકડની માંગ"
ટિપ્પણી પોસ્ટ કરો