-->
અમદાવાદ મ્યુનિ. કમિશ્નર લોચન સહેરા  BRTS બસમાં બેસીને AMC ઓફિસે ગયાં, દર શુક્રવારે બસ કે સાયકલ પર મુસાફરી કરવા અપીલ

અમદાવાદ મ્યુનિ. કમિશ્નર લોચન સહેરા BRTS બસમાં બેસીને AMC ઓફિસે ગયાં, દર શુક્રવારે બસ કે સાયકલ પર મુસાફરી કરવા અપીલ

 

અમદાવાદ મ્યુનિ. કમિશ્નર લોચન સહેરા BRTS બસમાં બેસીને AMC ઓફિસે ગયાં, દર શુક્રવારે બસ કે સાયકલ પર મુસાફરી કરવા અપીલ








અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇકોફ્રેન્ડલી ફ્રાઈડે નામથી કેમ્પેઇન આજે 10 જૂનથી શરૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે દર શુક્રવારે લોકો પોતાના કામના સ્થળે સાયકલ મારફતે, ચાલીને અથવા જાહેર પરિવહનના વાહનો ઉપયોગ કરી અને એક દિવસ વાહનનો ઉપયોગ કરે. જેના ભાગરૂપે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સહેરા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ ચૌધરી પોતાના ઘરેથી AMC ઓફિસે BRTS બસમાં મુસાફરી કરીને ગયા હતા.


ઇ રિક્ષામાં BRTS બસ સ્ટેન્ડ સુધી ગયા


દર શુક્રવારે ઇકોફ્રેન્ડલી ફ્રાઈડેના ભાગરૂપે આજે સવારે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા પોતે પોતાના ઘરેથી BRTS બસ સ્ટેન્ડ સુધી જવા માટે જે ઈ રીક્ષાની સુવિધા છે તે ઇ રિક્ષામાં BRTS બસ સ્ટેન્ડ સુધી ગયા હતા. ત્યારબાદ તેઓએ ત્યાં BRTS બસ સ્ટેન્ડ પરથી દાણાપીઠ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ સુધી BRTS બસમાં મુસાફરી કરી હતી. તેમની સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ ચૌધરી પણ ગયા હતા.







એક દિવસ વાહનનો ઉપયોગ ટાળવા અપીલ


આ ઉપરાંત મધ્ય મધ્ય ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. રમ્ય ભટ્ટે પણ આજે સવારે મધ્ય ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાયકલ ઉપર સમગ્ર રથયાત્રાના રૂટનો રાઉન્ડ લીધો હતો. આઠ કિલોમીટરના રૂટ પર તેઓએ સાયકલ ચલાવી અને જ્યાં પણ રથયાત્રા સંદર્ભે કામગીરી કરવાની હોય સમીક્ષા કરી અને જરૂરી સૂચના આપી હતી. ઇકોફ્રેન્ડલી ફ્રાઈડે કેમ્પેઇનને લઈ લોકોને અઠવાડિયામાં 1 દિવસ વાહનોનો ઉપયોગ ટાળી બસમાં કે સાયકલ પર મુસાફરી કરવી જોઈએ.




0 Response to "અમદાવાદ મ્યુનિ. કમિશ્નર લોચન સહેરા BRTS બસમાં બેસીને AMC ઓફિસે ગયાં, દર શુક્રવારે બસ કે સાયકલ પર મુસાફરી કરવા અપીલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel